Vinayaki Ganesh Chaturthi: વિનાયક ચતુર્થી આ 5 રાશિ માટે છે ખાસ, જાણો પૂજાનું શુભ મૂહૂર્ત અને ઉપાય
આજે ગુરુવાર, 22 જૂન 2023 વિનાયક ચતુર્થી છે. દર માસની શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. લોકો તેને અલગ અલગ રીતે ઉજવે છે. ઘણા લોકો વિનાયક ચતુર્થી પર માત્ર બાપ્પાની પૂજા કરે છે. તો કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે.
Vinayaki Ganesh Chaturthi :આજે ગુરુવાર, 22 જૂન 2023 વિનાયક ચતુર્થી છે. દર માસની શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. લોકો તેને અલગ અલગ રીતે ઉજવે છે. ઘણા લોકો વિનાયક ચતુર્થી પર માત્ર બાપ્પાની પૂજા કરે છે. તો કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે.
પૂજાનું શુભ મૂહૂર્ત
- અષાઢ વિનાયક ચતુર્થી 2023 મુહૂર્ત
- અષાઢ શુક્લ ચતુર્થી તિથિ શરૂ થાય છે - 21 જૂન, 2023, બપોરે 03.09 વાગ્યે
- અષાઢ શુક્લ ચતુર્થી તિથિ સમાપ્ત થાય છે - 22 જૂન, 2023, સાંજે 05.07 વાગ્યે
ગણેશ પૂજાનો સમય - સવારે 10.59 - બપોરે 13.47
ચંદ્રોદયનો સમય - સવારે 08.46 કલાકે (વિનાયક ચતુર્થી પર ચંદ્ર જોવાની મનાઈ છે)
મેષ
મેષ રાશિના લોકો તેમના અટકેલા કામ પૂર્ણ કરી શકે છે. કરેલા કામમાં તમને સારું પરિણામ મળશે. શત્રુઓ નબળા પડશે અને અને કાર્યમાં વર્ચસ્વ વધશે.
મિથુન
મિથુન રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થશે. દરેક કાર્યમાં સફળતા મળશે.
કર્ક
કર્ક રાશિના જાતકોને પોતાના વ્યવસાયમાં નફો થઈ શકે છે. તમે જેટલી વધુ કોશિશ કરશો તેટલી વધુ સફળતા મળશે. ફરવા જવાનો પ્લાન બની શકે છે.
મકર
મકર રાશિના જાતકોને કામ અને વ્યવસાયમાં સફળતા મળશે. આખો દિવસ ચહેરા પર ખુશી રહેશે અને મનમાં ઉત્સાહ વધશે.
મીન
આજે મીન રાશિના લોકોનો ધર્મ પ્રત્યે લગાવ વધશે. ભજન-કીર્તન સાંભળશે. તમને સન્માન પણ મળશે.
વિનાયક ચતુર્થીએ કરો આ ઉપાય
વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરી અને અર્થવશિર્ષના પાઠ કર્યાં બાદ ગણેશ મંત્ર સાથે એક-એક દુર્વા વિધ્નહર્તાના ચરણોમાં સમર્પિત કરો. આ પ્રયોગ 11 વખત કરો. તેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે અને મનોકામનાની પૂર્તિ થશે.
અષાઢ વિનાયક ચતુર્થીના ઉપાય
નોકરી મેળવવા માટે - ગણેશ ચતુર્થીના દિવસે રોજગારની શોધમાં લાગેલા લોકોએ ઓમ શ્રી ગણ સૌભ્યાય ગણપતયે વરદ સર્વજનમ વશમનાય સ્વાહાનો 21 વાર જાપ કરવો જોઈએ. દર વખતે મંત્રના અંતે ગણેશજીને એક-એક દુર્વા અર્પણ કરતા રહો. એવું માનવામાં આવે છે કે તમને ચોક્કસ સફળતા મળશે.
વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ઉન્નતિ - જો તમે અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોવ અથવા સખત મહેનત કર્યા પછી પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન મળી રહી હોય તો અષાઢ વિનાયક ચતુર્થીના દિવસે ઓમ વિનાયકાય નમઃ મંત્રનો જાપ કરતા ગણપતિને આંકડાના પાન અર્પણ કરો અને તમારી ઈચ્છા કહો. . કરિયરમાં કોઈમાં આવતી અડચણ દૂર થશે.
રાહુ-કેતુથી બચવા માટેઃ- જેમની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિની અશુભ અસર હોય તેમણે વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી 11 વાર ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિના દુ:ખનો અંત આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.