Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાણના ગામમાં પણ પશુપાલકોએ ભાવફેર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. ચારણવાડા ગામના પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લીધા હતા. પશુપાલકોની એક જ માંગ છે કે ભાવફેર યોગ્ય આપવામાં આવે. તો રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના ગામમાં પણ પશુપાલકોએ વિરોધ નોંધ આવ્યો હતો. મંત્રીનું ગામ જે ચારણવાડા ગામ આવેલું છે તેમાં પણ પશુપાલકોએ ડેરીના ચેરમેનના નામની નનામી કાઢી અને છાજીયા લઈ અને વિરોધ નોંધાવ્યો હતો. પશુપાલકોની એક જ માંગ છે કે યોગ્ય ભાવફેર તેમને આપવામાં આવે. જે ભાવફેર 10% લેખે આપવામાં આવ્યો છે તેમને મંજૂર નથી. તેમની માંગ 19 થી 20% જેટલો ભાવફેર આપવામાં આવે તેવી છે. ત્યારે જ્યાં સુધી નહીં આપે ભાવફેર ત્યાં સુધી આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન ગ્રામજનો કરતા રહેશે તેવી પણ ચિમકી ઉચારી છે. તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કક્ષાના મંત્રી ભીખુંસિંહ પરમારના ગામના આ દ્રશ્યો છે ચારણવાડા ગામના પશુપાલકોએ આ પ્રકારે વિરોધ નોંધ આવ્યો હતો.



















