શોધખોળ કરો

2024 Maruti Swift: Grand i10 Niosને ટક્કર આપવા આવી રહી છે ન્યૂ જનરેશન મારુતિ સ્વિફ્ટ, કાલે થશે લોન્ચ, જાણો સંભવિત કિંમત

2024 Maruti Suzuki Swift: 2024 સ્વિફ્ટમાં હાલના હેચબેક મોડલ કરતાં વધુ સુવિધાઓ હશે, જેમાં મોટા ઇન્ફોટેનમેન્ટ યુનિટનો સમાવેશ થાય છે જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple કારપ્લે કમ્પેટિબિલિટીને સપોર્ટ કરશે.

2024 Maruti Suzuki Swift: દેશમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટને હવે એક મોટું અપડેટ મળવા જઈ રહ્યું છે. આ કારે 2023ના અંતમાં વૈશ્વિક બજારમાં તેની શરૂઆત કરી હતી અને હવે તે 9 મેના રોજ ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહી છે. તેની કિંમતો આવતીકાલે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ કારમાં શું નવું ઉપલબ્ધ થશે.

નવું એન્જિન
2024 સ્વિફ્ટને 1.2-લિટર 3-સિલિન્ડર k-સિરીઝ પેટ્રોલ એન્જિનના સ્થાને નવું 1.2-લિટર 3-સિલિન્ડર  Z-સિરીઝ પેટ્રોલ એન્જિન મળશે, જેનું પર્ફોમન્સ 82 PS અને 112 Nmનું હશે, સાથે સાથે વધુ સારી ડ્રાઇવેબિલિટી અને વધુ ઇંધણ કાર્યક્ષમતા મળશે. મારુતિ તેને 5-સ્પીડ MT અને AMT વિકલ્પો સાથે ઓફર કરશે.

અપડેટ કરેલી ડિઝાઇન
કારના એક્સટીરિયરને નવી પેઢી સાથે અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં રિસ્ટાઈલ્ડ ગ્રિલ, બમ્પર અને ફ્રન્ટ ફેસિયા માટે નવા LED DRLs આપવામાં આવ્યા છે. પ્રોફાઇલમાં, મુખ્ય ફેરફારો ના રુપે નવા 16-ઇંચના એલોય વ્હીલ્સ અને રિયર ડોર હેન્ડલ છે, જે હવે સી-પિલર પર નથી. રિયર એન્ડ ડિઝાઈનમાં સ્પોર્ટી અપીલ માટે ડાર્ક એલિમેન્ટની સાથે નવા બમ્પર અને ફ્રેશ ટેલલાઈટ્સ મળે છે. આ નાના ડિઝાઈન અપડેટ્સ તેને વધુ આધુનિક બનાવે છે જ્યારે હજુ પણ તેને આઈકોનિક મારુતિ સ્વિફ્ટ તરીકે સરળતાથી ઓળખી શકાય છે.

નવું ઈન્ટિરિયર
નવી સ્વિફ્ટના ઈન્ટિરિયરૃમાં 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યુનિટ, સ્કીર AC વેન્ટ અને એક નવી ડિઝાઇનની ક્લાઇમેટ કંટ્રોલ પેનલ છે, જે હવે મારુતિ બલેનોના કન્સોલ જેવું લાગે છે. ડૅશબોર્ડની ડ્રાઇવરની બાજુ એટલી અલગ દેખાતી નથી કારણ કે તેમાં હજુ પણ TFT મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સાથે ડ્યુઅલ-પોડ એનાલોગ સેટઅપ છે. તેને લાઇટ અને ડાર્ક ગ્રે સેક્શન સાથે લાઇટ કેબિન થીમ મળવાની પણ અપેક્ષા છે.

અપગ્રેડેડ ફીચર્સ અને સેફ્ટી

2024 સ્વિફ્ટમાં હાલના હેચબેક મોડલ કરતાં વધુ સુવિધાઓ હશે, જેમાં મોટા ઇન્ફોટેનમેન્ટ યુનિટનો સમાવેશ થાય છે જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple કારપ્લેકમ્પેબિલિટીને સપોર્ટ કરશે. મારુતિની કનેક્ટેડ કાર ટેક ફીચર્સ પણ તેમાં આપવામાં આવશે. અન્ય ફીચર અપગ્રેડ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. આ સિવાય તેમાં પહેલાની જેમ જ ક્રૂઝ કંટ્રોલ, ઓટો એસી, રિયર પાર્કિંગ કેમેરા અને પુશ-બટન સ્ટાર્ટ-સ્ટોપ જેવા ફીચર્સ ઉપલબ્ધ હશે.

સંભવિત કિંમત
નવી મારુતિ સ્વિફ્ટ જૂની હેચબેક કરતાં વધુ પ્રીમિયમ હોવાની અપેક્ષા છે અને તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.5 લાખથી શરૂ થવાની શક્યતા છે. તે Hyundai Grand i10 Nios સાથે સ્પર્ધા કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ
Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર
Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર
Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Post Office Scheme: મુશ્કેલ સમયમાં પરિવાર માટે 'સંકટમોચક' બને છે પોસ્ટ ઓફિસની આ સ્કિમ,જાણો
Post Office Scheme: મુશ્કેલ સમયમાં પરિવાર માટે 'સંકટમોચક' બને છે પોસ્ટ ઓફિસની આ સ્કિમ,જાણો
Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Embed widget