Mahindra XUV.e8: મહિન્દ્રા XUV.e8 ની નવી ડિટેલ આવી સામે, ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ
મોડલની નવીનતાને જાળવી રાખવા માટે, મહિન્દ્રાએ XUV E8 ઈલેક્ટ્રિક SUVની ડિઝાઈનમાં કેટલાક ફેરફારો કર્યા છે.
Mahindra XUV.e8 Spotted: મહિન્દ્રા ડિસેમ્બર 2024 સુધીમાં (December 2023) ઇલેક્ટ્રિક SUV લોન્ચ (Electric SUV) કરશે તેવી જાણકારી લાંબા સમયથી સામે આવી રહી છે. નવી ઈલેક્ટ્રિક SUVને મહિન્દ્રાના નવા સ્કેટબોર્ડ પ્લેટફોર્મ પર ડિઝાઇન (Design) અને ડેવલપ (Develop) કરવામાં આવશે, જેનું નામ INGLO છે. કંપની આ પ્લેટફોર્મ પર 4 અન્ય ઈલેક્ટ્રિક SUVનું પણ ઉત્પાદન કરશે. આને E અને BE નેમપ્લેટ હેઠળ બજારમાં રજૂ કરવામાં આવશે. મહિન્દ્રાએ 2022માં 5 ઇલેક્ટ્રિક SUV રજૂ કરી હતી - XUV.e8, XUV.e9, BE05, BE07 અને BE09 કોન્સેપ્ટ. આ શ્રેણી હેઠળ લોન્ચ થનારી પ્રથમ ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રા XUV.e8 SUV હશે.
ડિઝાઇન
મહિન્દ્રા XUV.e8 ઈલેક્ટ્રિક SUVનો પ્રોટોટાઈપ તાજેતરમાં ચેન્નાઈ-બેંગ્લોર હાઈવે પર પરીક્ષણમાં જોવા મળ્યો હતો. નવા સ્પાય શોટ્સ જણાવે છે કે આવનારી ઈલેક્ટ્રિક SUVની સ્ટાઇલ અને ઈન્ટિરિયરમાં કેટલીક રસપ્રદ વિગતો જોવા મળશે. Mahindra XUV e8 નું કદ XUV700 SUV જેવું જ લાગે છે.
સાઇઝ અને ડાઈમેંશન
મોડલની નવીનતાને જાળવી રાખવા માટે, મહિન્દ્રાએ XUV E8 ઈલેક્ટ્રિક SUVની ડિઝાઈનમાં કેટલાક ફેરફારો કર્યા છે. તે એકદમ નવા ફ્રન્ટ ફેસિયા સાથે આવશે, જેમાં કનેક્ટેડ LED લાઇટ બાર અને વર્ટિકલી સ્ટેક્ડ હેડલેમ્પ યુનિટનો સમાવેશ થાય છે. આ SUVમાં બંધ ફ્રન્ટ ગ્રિલ, કોણીય ડિઝાઈન અને શાર્પ ડિઝાઈન કરેલ બોનેટ હશે. જ્યારે પાછળની પ્રોફાઇલ ICE મોડલ જેવી જ છે. Mahindra XUV.e8 ઇલેક્ટ્રિક SUV ની લંબાઈ 4740 mm, પહોળાઈ 1900 mm અને ઊંચાઈ 1760 mm છે અને તેનું વ્હીલબેસ 2762 mm છે. XUV700 ની સરખામણીમાં, ઇલેક્ટ્રિક SUV 45 mm લાંબી, 10 mm પહોળી અને 5 mm લાંબી છે અને તેનો વ્હીલબેઝ 7 mm લાંબો છે.
ફીચર્સ અને ઈન્ટીરિયર
કેબિનના સ્પાય શોટ્સ દર્શાવે છે કે XUV.e8 ઇલેક્ટ્રિક SUV એક પેનલમાં સમાવિષ્ટ ત્રણ મોટી સ્ક્રીન સાથે આવશે. તેમાં ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ છે, જે નવી ટાટા સફારી જેવી જ દેખાય છે. તેનું સેન્ટર કન્સોલ કોન્સેપ્ટ જેવું જ દેખાય છે. તેમાં પરંપરાગત ઓટોમેટિક ગિયર સિલેક્ટર અને ડ્રાઇવ મોડ્સ માટે રાઉન્ડ ડાયલ છે.
પાવરટ્રેન
મહિન્દ્રાએ પ્રોડક્શન મોડલની પુષ્ટિ કરી છે SUVમાં AWD સિસ્ટમ પ્રમાણભૂત હશે અને તેનું ઇલેક્ટ્રિક મોડલ 230bhp થી 350bhp વચ્ચે પાવર આઉટપુટ જનરેટ કરશે.