(Source: ECI/ABP News/ABP Majha)
Car Industry: ભારત બનશે દુનિયાનું 'કાર કિંગ', નોકરીઓનો રાફડો ફાટશે
ભારતને OEM એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર પાસેથી નવું રોકાણ મળશે અને નિકાસમાં નફો મળશે.
Car Sales in 2022: વર્ષ 2022માં ભારત પેસેન્જર અને કોમર્શિયલ વાહનો સહિત 4.25 મિલિયનથી વધુ વાહનોના કુલ વેચાણ સાથે વિશ્વનું ત્રીજું સૌથી મોટું વાહન બજાર બની ગયું છે. માંગ અને પુરવઠાની દ્રષ્ટિએ ચીન અને અમેરિકા વિશ્વના પ્રથમ બે ઓટોમોબાઈલ બજારો છે. તાજેતરના ઈન્ટરવ્યુમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના પ્રમુખ આરસી ભાર્ગવે કહ્યું હતું કે, 2028 સુધીમાં એટલે કે આગામી 5 વર્ષમાં ભારત ચીન અને અમેરિકાને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું કાર બજાર બની જશે. ભારતને OEM એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર પાસેથી નવું રોકાણ મળશે અને નિકાસમાં નફો મળશે.
વાહનો વેચાયા
વર્ષ 2022માં ચીનમાં કુલ 26.86 મિલિયન કારનું વેચાણ થવાની ધારણા છે, જ્યારે ભારતમાં કુલ 20.75 મિલિયન વાહનોનું વેચાણ થવાની ધારણા છે. વૈશ્વિક ઓટોમેકર બ્રાન્ડ્સે ચીનમાં વેચાણમાં ઘટાડો નોંધાવ્યો છે અને હવે તેઓ ભારત તરફ વળ્યા છે. વધતી આવક અને મોટી યુવા વસ્તીએ બજારમાં માંગની સ્થિતિને મજબૂત બનાવી છે. ડિસેમ્બર 2022માં દેશમાં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલના કુલ 1,557,238 એકમોનું ઉત્પાદન થયું હતું.
EV શેર વધશે
ભારતમાં 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો અને ઓટોનોમસ વાહનોનો હિસ્સો વધવાની ધારણા છે. સરકાર આગામી 8 વર્ષમાં EV વેચાણને 30 ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે, જેમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે 80 ટકા અને કોમર્શિયલ વાહનો માટે 70 ટકાનો સમાવેશ થાય છે. EVsને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણા ઝુંબેશો શરૂ કર્યા છે અને વર્ષોથી ઘણી નીતિઓની જાહેરાત કરી છે. જેમાં વાહનની નોંધણી ફી, EV ખરીદી પર સબસિડી, લોનના ઓછા વ્યાજ દર અને રોડ ટેક્સ પર મુક્તિનો સમાવેશ થાય છે.
ભારતમાં થશે નવા રોકાણ
મારુતિ સુઝુકીએ તાજેતરમાં હરિયાણાના સોનેપતમાં તેના ખારકોડા પ્લાન્ટ માટે રૂ. 18,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે, જે આગામી 7 વર્ષમાં પૂર્ણ થશે. જ્યારે એમજી મોટર ઈન્ડિયા આગામી પાંચ વર્ષમાં રૂ.5,000 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. Hyundai આગામી 10 વર્ષમાં તમિલનાડુમાં રૂ. 20,000 કરોડનું રોકાણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
Driving Tips: જો રાત્રે ડ્રાઇવિંગ કરવું છે તો આ ટિપ્સ જરૂરથી કરો ફોલો, ઊંઘને રોકવામાં કરશે મદદ
રસ્તા પર વાહન ચલાવવું એ ખૂબ જ જવાબદારીભર્યું કામ છે અને તેમાં થોડી પણ ભૂલ તમારા જીવનની સાથે-સાથે અન્ય લોકોના જીવન માટે પણ ખતરો બની શકે છે. એટલા માટે વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઘણા લોકોને રાત્રે વાહન ચલાવવું પડે છે અને ઘણી વખત થાકને કારણે આ સમયે ઊંઘ આવવાની શક્યતા રહે છે, જેના કારણે અકસ્માત થઈ શકે છે. જો તમે પણ રાત્રે વાહન ચલાવો છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમે ઊંઘના કારણે કોઈ દુર્ઘટનાનો શિકાર ન બનો.