શોધખોળ કરો

રોજના વપરાશ માટે 5 બેસ્ટ બજેટ બાઈક, કિંમત માત્ર 61 હજારથી શરુ, જુઓ લિસ્ટ 

ભારત વિશ્વનું સૌથી મોટું ટુ-વ્હીલર બજાર છે અને અહીં સૌથી વધુ વેચાણ 100-110cc સેગમેન્ટમાં બાઇકનું થાય છે.

ભારત વિશ્વનું સૌથી મોટું ટુ-વ્હીલર બજાર છે અને અહીં સૌથી વધુ વેચાણ 100-110cc સેગમેન્ટમાં બાઇકનું થાય છે. કારણ સ્પષ્ટ છે કે આ મોટરસાઇકલો સસ્તી કિંમત, લો મેન્ટેનન્સ અને સારી માઇલેજ આપે છે. રોજિંદા ઓફિસ જનારાઓથી લઈને ગ્રામીણ અને શહેરના વપરાશકર્તાઓ સુધી દરેક વ્યક્તિ આ બાઇક પર વિશ્વાસ કરે છે. ચાલો આ બાઇકો પર એક નજર કરીએ.

Hero HF 100

Hero HF 100 ની શરૂઆતની કિંમત 61,018 રૂપિયા છે. તેમાં 97.2cc એન્જિન છે જે 7.91 BHP પાવર અને 8.05 Nm ટોર્ક આપે છે. 4-સ્પીડ ગિયરબોક્સ સાથે આ બાઇક 70 KMPL સુધી માઇલેજ આપે છે. તેની 9.1 લિટર ફ્યુઅલ ટાંકી અને 805mm સીટની ઊંચાઈ લાંબી સવારી માટે આરામદાયક છે. બ્લકે-રેડ અને બ્લેક-જાંબલી રંગના વિકલ્પો સાથે, તે ઓછા બજેટમાં એક શ્રેષ્ઠ પસંદગી છે.

TVS Sport

TVS Sport ની શરૂઆતની કિંમત 63,358 રૂપિયા છે અને તેમાં 109.7cc એન્જિન મળે છે. તે 8.08 BHP પાવર અને 8.7 Nm ટોર્ક સાથે 75 KMPL સુધીની માઇલેજ આપે છે. તેમાં રીઅલ-ટાઇમ માઇલેજ ડિસ્પ્લે, લો-ફ્યુઅલ ઇન્ડિક્શન અને ડ્યુરા-લાઇફ એન્જિન જેવા ફીચર્સ છે. યુવાનો અને રોજિંદા સવારો માટે તે વધુ સારી બજેટ બાઇક માનવામાં આવે છે.

બજાજ પ્લેટિના 100

બજાજ પ્લેટિના 100 ની કિંમત 70,611 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 102cc એન્જિન છે, જે 7.9 BHP અને 8.3 Nm ટોર્ક આપે છે. આ બાઇક 75-80 KMPL સુધી માઇલેજ આપે છે. પ્લેટિનાની હળવા વજન અને આરામદાયક સીટ તેને લાંબા અંતરની મુસાફરી માટે ખાસ બનાવે છે. તેમાં ટ્યુબલેસ ટાયર અને ગેસ-ચાર્જ્ડ શોક એબ્ઝોર્બર જેવા ફીચર્સ છે.

Honda Shine 100

Honda Shine 100  ની શરૂઆતની કિંમત 66,862 રૂપિયા છે. તેમાં 98.98cc એન્જિન છે જે 7.38 BHP પાવર અને 8.05 Nm ટોર્ક આપે છે. તેની માઇલેજ લગભગ 67.5 KMPL છે. આ બાઇકનું વજન ફક્ત 99 કિલો છે, જે તેને ચલાવવા અને હેન્ડલ કરવામાં ખૂબ જ સરળ બનાવે છે. OBD2B અપડેટ પછી, તે વધુ ઇકો-ફ્રેન્ડલી બની ગઈ છે.

Hero Splendor Plus

હીરો સ્પ્લેન્ડર પ્લસની કિંમત 80,016 થી શરૂ થાય છે. તેમાં 97.2cc એન્જિન છે, જે 7.9 BHP પાવર અને 8.05 Nm ટોર્ક આપે છે. તેની ખાસિયત તેની માઇલેજ છે.  જે 83 KMPL સુધી છે. તેમાં ડિજિટલ ક્લસ્ટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને USB ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સ છે. સ્પ્લેન્ડર શહેરો અને ગામડાઓ બંનેમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે ભારતમાં સૌથી વધુ વેચાતી બાઇક પણ છે.

GST ઘટાડા પછી આ બાઇક સસ્તી થશે

તમને જણાવી દઈએ કે હાલમાં આ બાઇક પર 28% GST વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ 22 સપ્ટેમ્બરથી GST 18% થઈ જશે, જેના પછી તેમની કિંમતમાં વધુ ઘટાડો થશે. એવો અંદાજ છે કે ગ્રાહકો દરેક મોડેલ પર 5,000 રૂપિયાથી વધુ બચાવી શકશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget