રસ્તાં પર દોડાવો કે દરિયામાં ડુબાડો... ખુબ વાહવાહી લૂંટી રહી છે આ વૉટરપ્રૂફ ઇલેક્ટ્રિક બાઇક
Waterproof Electric Scooter: અત્યારે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખરેખરમાં, ચોમાસું ખૂબ જ સુંદર લાગે છે

Waterproof Electric Scooter: અત્યારે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખરેખરમાં, ચોમાસું ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જ્યારે આ સિઝનમાં રસ્તાઓ પર પાણી ભરાવા લાગે છે, ત્યારે ટૂ-વ્હીલર, ફૉર વ્હીલર્સને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. વધારે પાણીમાં વાહનનું સાઇલેન્સર ડૂબી જાય છે અને તેના દ્વારા એન્જિન સુધી પાણી પહોંચી શકે છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર પણ વરસાદમાં જોખમી બની જાય છે.
આવી સ્થિતિમાં અમે તમને એક વૉટરપ્રૂફ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવવા જઈ રંહ્યા છીએ જે સંપૂર્ણપણે વૉટરપ્રૂફ છે. મતલબ કે તમે તમારી ઈચ્છા મુજબ આ વૉટરપ્રૂફ ઇલેક્ટ્રિક સ્કૂટરને પાણીમાં વાપરી શકો છો.
યુટ્યૂબરે દરિયામાં ચલાવ્યુ હતુ સ્કૂટર
આ સ્કૂટર ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર S1 પ્રો છે, જેના પાણીમાં ડૂબવાના ઘણા વીડિયો સામે આવી ચૂક્યા છે. ગયા વર્ષે YouTuber Aki D Hot Pistonz એ Ola ઈલેક્ટ્રિક સ્કૂટર સમુદ્રમાં ચલાવ્યું હતું. તેનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો.
Ola Electric Scooter ની રેન્જ અને કિંમત
Ola S1 Proનું સેકન્ડ જનરેશન મૉડલ આવી ગયું છે અને ફર્સ્ટ જનરેશન મૉડલ 12 કલર ઑપ્શનમાં આવે છે. આ સ્કૂટર 2.9 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ટોપ સ્પીડની વાત કરીએ તો તે 116 કિમી પ્રતિ કલાકની છે. તે સિંગલ ચાર્જ પર 181 કિમી સુધીની રેન્જ આપે છે, અને તેમાં 7-ઇંચની TFT ડિસ્પ્લે છે. તેમાં ચાર્જિંગ અને રાઈડિંગ સંબંધિત ઘણી વિગતો ઉપલબ્ધ છે.
આ સિવાય એન્કરિંગ સેટઅપમાં 220mm ફ્રન્ટ ડિસ્ક અને 180mm રિયર રોટર સામેલ છે. હવે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અને મોડલ વિશે વાત કરીએ. તમે નીચે આપેલ કિંમતો અને મોડેલોની સંપૂર્ણ સૂચિ જોઈ શકો છો.
S1 Pro ની કિંમત 1 લાખ 33 હજાર 999 રૂપિયા છે
S1 Air: ની કિંમત 1 લાખ 6 હજાર 499 રૂપિયા છે
S1 X+ ની કિંમત 89 હજાર 999 રૂપિયા છે
S1 X (2 kWh) ની કિંમત 74 હજાર 999 રૂપિયા છે
S1 X (3 kWh) ની કિંમત 85 હજાર 999 રૂપિયા છે
S1 X (4 kWh) ની કિંમત 99 હજાર 999 રૂપિયા છે





















