Mahindra Thar EV: ભારતીય બજારમાં થશે ઈલેક્ટ્રિક થારની એન્ટ્રી, જાણો કેટલા કિમીની રેન્જ મળશે!
થારનું આ ઇલેક્ટ્રિક મૉડલ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં આયોજિત ગ્લોબલ ફ્યુચર સ્પેસ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.
Mahindra Thar EV: મહિન્દ્રાના થાર વાહનને લઈને લોકોમાં ભારે ક્રેઝ છે. કારના ચાહકો થારને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. હવે આ થારનું ઇલેક્ટ્રિક મોડલ માર્કેટમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. થારનું આ ઇલેક્ટ્રિક મૉડલ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં આયોજિત ગ્લોબલ ફ્યુચર સ્પેસ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આ નવા મૉડલનું નામ Thar.e છે. ઇલેક્ટ્રિક થારમાં 3-દરવાજાને બદલે 5-દરવાજાની સુવિધા રાખવામાં આવશે.
મસ્કુલર ફ્રંટ અને 5-ડોર ફિચર
થારના ઇલેક્ટ્રિક મોડલનો આગળનો ભાગ મસ્કુલર હશે. કારનું શીર્ષક Thar.e તેના આગળના ભાગમાં ટ્રિપલ હોરીઝોન્ટલ LED સ્લેટ્સ પર લખેલું છે. કારમાં એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. સ્ટીયરીંગ વ્હીલને કોન્સેપ્ટ વ્હીલ જેવું જ રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી થારના અગાઉના મોડલમાં 3-ડોર ફીચર સામેલ કરવામાં આવ્યું છે.હવે ઇલેક્ટ્રિક થારમાં 3-દરવાજાને બદલે 5-દરવાજાની સુવિધા રાખવામાં આવશે. થારના ચાહકો આ કારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓક્ટોબર 2026માં આ કાર લોન્ચ થવાની આશા છે.
મોટી ટચસ્ક્રીન
ઇલેક્ટ્રિક થારમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઉપરાંત, કારને સંપૂર્ણ રીતે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલથી સજ્જ કરવામાં આવી છે. તેનું સેન્ટર કન્સોલ પણ ખૂબ જ ખાસ હશે, જેનું લેઆઉટ એકદમ ક્લીન હોઈ શકે છે. થારના આ મોડલમાં લીલા રંગની સીટ અને બારીનો ભાગ પણ મોટો થવાનો છે.
મહિન્દ્રા ઇલેક્ટ્રિક થાર ક્યારે લોન્ચ થશે ?
ઓટો રિપોર્ટ્સ અનુસાર, આ ઇલેક્ટ્રિક થારની કિંમત લગભગ 18 થી 20 લાખ રૂપિયા હોઈ શકે છે. આ ઉપરાંત, કિંમત તેના વેરિઅન્ટ અનુસાર બદલાઈ શકે છે. આ કારને માર્કેટમાં લોન્ચ કરવા માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ, થારને પ્રેમ કરતા લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કાર ઓક્ટોબર 2026 સુધીમાં લોન્ચ થવાની આશા છે.
ડ્રાઇવિંગ રેન્જ શું હશે ?
મહિન્દ્રાનું ઇલેક્ટ્રિક થાર એક જ ચાર્જિંગમાં લગભગ 400 કિલોમીટરનું અંતર કાપી શકે છે. પરંતુ, તેની ડ્રાઇવિંગ રેન્જ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. થારના ચાહકો આ કારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓક્ટોબર 2026માં આ કાર લોન્ચ થવાની આશા છે.