શોધખોળ કરો

Maruti એ સૌથી સસ્તી કારને કરી ટેક્સ ફ્રી! આ મોડેલ ખરીદવાથી 1 લાખ રૂપિયાની થશે બચત

આલ્ટો K10 VXI 1L 5MT વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 5 લાખ 4 હજાર રૂપિયા છે. તેની CSD એક્સ શોરૂમ કિંમત 4 લાખ 13 હજાર 362 રૂપિયા છે. આ રીતે તેના પર મોટી બચત થઈ શકે છે.

Maruti Alto K10 કિંમત: મારુતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં Alto K10 એન્ટ્રી લેવલ કાર છે, જે દેશની સૌથી સસ્તી કાર છે. તેની એક્સ શોરૂમ કિંમત 3 લાખ 99 હજાર રૂપિયા છે. કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે CSD પર તેની કિંમત વધુ ઓછી થઈ જાય છે. CSD પર આ કાર પર લાગતી GST ઓછી ચૂકવવી પડે છે, જે દેશની સેવા કરતા જવાનો માટે હોય છે. તેમને 28% ને બદલે માત્ર 14% ટેક્સ જ ચૂકવવો પડે છે.

સિવિલ શોરૂમ પર આલ્ટો K10 STD 1L 5MTની એક્સ શોરૂમ કિંમત 3 લાખ 99 હજાર રૂપિયા છે, CSD પર તેની કિંમત 3 લાખ 25 હજાર 220 રૂપિયા છે. તેના VXI + 1L AGSની એક્સ શોરૂમ કિંમત 5 લાખ 80 હજાર રૂપિયા છે. જ્યારે CSD એક્સ શોરૂમ પર તેની કિંમત 4 લાખ 81 હજાર 287 રૂપિયા છે. આ રીતે અહીંથી 98 હજાર 713 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકાય છે.

કયા વેરિયન્ટની કેટલી કિંમત છે?

આલ્ટો K10 LXI 1L 5MT વેરિયન્ટની વાત કરીએ તો તેની એક્સ શોરૂમ કિંમત 4 લાખ 83 હજાર 500 રૂપિયા છે. તેની CSD એક્સ શોરૂમ કિંમત 4 લાખ 101 રૂપિયા છે. તેની CSD ઓન રોડ કિંમત 4 લાખ 64 હજાર 376 રૂપિયા છે.

આલ્ટો K10 VXI 1L 5MT વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 5 લાખ 4 હજાર રૂપિયા છે. તેની CSD એક્સ શોરૂમ કિંમત 4 લાખ 13 હજાર 362 રૂપિયા છે. તેની CSD ઓન રોડ કિંમત 4 લાખ 79 હજાર 870 રૂપિયા છે.

આલ્ટો K10 કારના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

મારુતિ સુઝુકી આલ્ટો K10માં કંપનીએ 1.0 લિટર 3 સિલિન્ડર વાળું એન્જિન ઉપલબ્ધ કરાવ્યું છે. આ એન્જિન 66 બીએચપીની મેક્સ પાવર સાથે 89 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં સીએનજીનો પણ વિકલ્પ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર કારનું પેટ્રોલ વેરિયન્ટ લગભગ 25 કિમી પ્રતિ લિટરનો માઇલેજ આપે છે. આ કારનું સીએનજી વેરિયન્ટ 33 કિમી સુધીનો માઇલેજ આપવામાં સક્ષમ છે.

કંપનીએ આ કારમાં એસી, ફ્રન્ટ પાવર વિન્ડો, પાર્કિંગ સેન્સર, સેન્ટ્રલ કન્સોલ આર્મરેસ્ટ, ગિયર શિફ્ટ ઇન્ડિકેટર, એડજસ્ટેબલ હેડલેમ્પ, હેલોજન હેડલેમ્પ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ, ડ્યુઅલ એરબેગ જેવા ઘણા શ્રેષ્ઠ ફીચર્સ ઉપલબ્ધ કરાવ્યા છે.                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget