શોધખોળ કરો

MG Motor હવે લાવશે 7 સીટર Hector Plus, જાણો ક્યારે થશે લોન્ચ

Hector plusને ભારતમાં 6 અને 7 સીટર ઓપ્શનમાં ઉતારવામાં આવશે. આ વર્ષે ઓટો એક્સપોમાં કંપનીએ તેના 6 સીટર મોડલને રજૂ કર્યું હતું

નવી દિલ્હી: ગત વર્ષે જૂનમાં MG Motorએ પોતાની એસયૂવી કાર MG Hevtor ભારતમાં લોન્ચ કરી હતી. આ કારને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. SUV સેગમેન્ટમાં એમજી હેક્ટર ખૂબ જ સફળ કાર છે. હાલ આ એસયૂવી માત્ર 5 સીટરમાં ઉપલબ્ધ છે. પરંતુ કંપનીએ હવે તેનું 6અને 7 સીટર મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આવો જાણીએ Hector plus વિશે.... આશા છે કે Hector plusને ભારતમાં 6 અને 7 સીટર ઓપ્શનમાં ઉતારવામાં આવશે. આ વર્ષે ઓટો એક્સપોમાં કંપનીએ તેના 6 સીટર મોડલને રજૂ કર્યું હતું અને આ સમયે કંપનીએ જણાવ્યું હતું કે તેનું 7 સીટર મોડલ લોન્ચિંગ સમયે રજૂ કરવામાં આવશે. Hector plusને આ વર્ષે મે-જૂનની આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે. ગત વર્ષે જૂનમાં MG Motorએ પોતાની એસયૂવી કાર MG Hevtor ભારતમાં લોન્ચ કરી હતી. આ કારને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે કંપનીએ એ વાતની જાહેરાત કરી છે કે Hectorને અત્યાર સુધીમાં 50,000થી વધારે બુકિંગ મળી છે, જ્યારે કંપની અત્યાર સુધીમાં 20,000 કરતા વધારે યુનિટનું વેચાણ કરી ચૂકી છે. MG Hector આ સમયે પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. જેમાં ચાર મોડલ મળે છે. એન્જિનની વાત કરવામાં આવે તો MG Hector BS6માં 1.5 લીટર પેટ્રોલ એન્જિન છે જે 143 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે BS6 એન્જિનમાં પણ એટલો જ પાવર મળશે જે BS4 મોડલમાં મળે છે. આ એન્જિન 6 સ્પીડ મૈન્યૂએલ અને DCT ઓટોમેટિક ગેરબોક્સ ઓપ્શનમાં છે. એન્જિન અપગ્રેડ સિવાય Hectorના ડિઝાઈન અને ઈન્ટીરિયરમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. ફીચર્સની વાત કરવામાં આવે તો 10.4 ઈંચની મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ સાથે જ તેમાં પૈનોરમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા, 4-સાઈડ એડજેસ્ટેબલ કો ડ્રાઈવર સીટ, હીટેડ આઉટ સાઈડ રિયર વ્યૂ મિરર અને રેન સેંસિંગ વાઈપર્સ જેવા ફીચર્સ મળે છે.

ટોપ સ્ટોરી

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
પેટ્રોલનો ખર્ચ થશે ઝીરો: સિંગલ ચાર્જમાં 60+ કિમી દોડતી 5 ઇલેક્ટ્રિક સાયકલ
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
Embed widget