શોધખોળ કરો

મફતમાં કરવામાં આવી રહી છે Tataની કારની તપાસ, કંપનીએ શરૂ કરી મોનસૂન કેમ્પ ઓફર

ટાટા મોટર્સનું લક્ષ્ય આ મોનસુન ચેક-અપ દ્ધારા ગ્રાહકોની સમસ્યાઓ દૂર કરવાનો છે

Tata Cars Monsoon Check Up Camp Offers: જે લોકો પોતાની ટાટા કાર ચેક કરાવવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ સારી તક છે. ટાટા મોટર્સે 6 જૂનથી 20 જૂન સુધી દેશભરમાં મોનસુન ચેક-અપ કેમ્પ શરૂ કર્યો છે. આ કેમ્પમાં ગ્રાહકોને મફત વાહન ચેકઅપની સાથે અન્ય ઘણા ફાયદાઓ પણ મળવાના છે. ટાટા મોટર્સનો આ કેમ્પ 500 શહેરોમાં 1 હજાર 90થી વધુ વર્કશોપમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે તમે નજીકના સર્વિસ સેન્ટરમાં જઈને મફતમાં વાહન ચેક કરાવી શકો છો.

ટાટા મોટર્સનું લક્ષ્ય આ મોનસુન ચેક-અપ દ્ધારા ગ્રાહકોની સમસ્યાઓ દૂર કરવાનો છે. આમાં ગ્રાહકો તેમની કારની મફતમાં ચેક કરાવી શકો છો. ઉપરાંત ગ્રાહકોને કાર ટોપ વૉશ, જેન્યુઇન સ્પેરપાર્ટ્સ, એસેસરીઝ, એક્સટેન્ડેડ વોરન્ટી, એન્જિન ઓઇલ અને લેબર ચાર્જ પર ડિસ્કાઉન્ટ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, ચોમાસામાં વાહનોની સલામતી અને સારું પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચેક-અપમાં શું સામેલ છે?

આ મોનસુન ચેકઅપ વિશે વાત કરીએ તો તેમાં તમારી કારના 30થી વધુ મહત્વપૂર્ણ ભાગોની તપાસ કરવામાં આવશે. નવી કાર ખરીદનારાઓ માટે એક ખાસ ઓફર પણ છે અને તમે જૂની ટાટા કાર બદલીને નવી કાર ખરીદી શકો છો. આ સાથે કારનું મફત ચેકિંગ કરવામાં આવશે. આનાથી નવી કાર ખરીદવી ખૂબ જ સરળ બનશે.

ટાટાની સૌથી સસ્તી કારનું એન્જિન

ટાટાની સૌથી સસ્તી કાર ટિયાગો છે, જેમાં 1199 સીસી 1.2-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન છે. કારમાં આ એન્જિન 6,000 આરપીએમ પર 86 પીએસ પાવર અને 3,300 આરપીએમ પર 113 એનએમ ટોર્ક આપે છે. ટાટા ટિયાગો બજારમાં સીએનજીમાં પણ ઉપલબ્ધ છે. ટિયાગો સીએનજીમાં એન્જિન 6,000 આરપીએમ પર 75.5 પીએસ પાવર અને 3,500 આરપીએમ પર 96.5 એનએમ ટોર્ક આપે છે. આ કાર 242 લિટરની બૂટ-સ્પેસ સાથે આવે છે. ટાટા ટિયાગોમાં 170 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. આ ટાટા કારના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે. 

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે તેના ટ્રકની સમગ્ર શ્રેણીમાં ફેક્ટરી-ફિટેડ એર કન્ડીશનીંગ (એસી) સિસ્ટમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હવે તે SFC, LPT, અલ્ટ્રા, સિગ્ના કે પ્રાઈમા હોય - આ સુવિધા દરેક કેબિનમાં ઉપલબ્ધ હશે. એટલું જ નહીં, પહેલી વાર કાઉલ મોડેલમાં પણ એસી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

ટાટા મોટર્સની નવી એર કન્ડીશનીંગ સિસ્ટમ ખાસ કરીને ટ્રક ડ્રાઇવરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ઇકો અને હેવી ડ્યુઅલ મોડ ઓપરેશન જેવી સુવિધાઓ છે, જે દરેક હવામાન અને ડ્રાઇવિંગ સ્થિતિમાં વધુ સારી ઠંડક સુનિશ્ચિત કરે છે. આ નવી એસી સિસ્ટમ લાંબા અંતરની મુસાફરી દરમિયાન ડ્રાઇવરોને થાકથી રાહત આપશે અને ટ્રક કેબિન ઉનાળામાં પણ આરામદાયક સ્થળ બનશે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget