Google Mobile Phones

Google Mobile Phones

અમેરિકી મલ્ટીનેશનલ કંપની ગૂગલ હાલના સમયમાં દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંથી એક છે. ગૂગલની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી. ગૂગલ મુખ્ય રીતે ઈન્ટરનેટ સાથે જોડાયેલી સર્વિસ, પ્રોડક્ટ, સર્ચ એન્જિન, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, સોફ્ટવેર અને હાર્ડવેર પર કામ કરે છે. ગૂગલે સ્ટૉક એન્ડ્રોડને પ્રમોટ કરવા માટે 2010માં સ્માર્ટફોન માર્કેટમાં પગ મૂક્યો હતો. ગૂગલે Nexus સીરીઝથી 2010 માં સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરી હતી. પરંતુ 2015માં ગૂગલે Nexus સીરીઝનો Pixel સીરીઝ સાથે રિપ્લેસ કરી દિધી હતી. ગૂગલ Nexus બ્રાન્ડ પાસે એલજી, એચટીસી અને હુઆવે જેવી કંપનીઓ પાસે સ્માર્ટફોન બનાવતા હતા, પરંતુ Pixel સીરીઝમાં ગૂગલમાં પોતે જ સ્માર્ટફોન બનાવવાનું શરૂ કર્યું. ગૂગલે શરૂઆતમાં Pixel બ્રાન્ડના હાઈ હંડ સ્માર્ટફોન લોન્ચ કર્યા. પરંતુ હવે કંપનીએ મિડ રેન્જ પર ફોકસ કરતા Pixel લાઈનઅપમાં જ નવી A સીરીઝની શરૂઆત કરી દીધી છે.