
iQOO Mobile Phones
ચીનની ટેક જાયન્ટ BBK ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશને વિતેલા વર્ષે માર્ચમાં પોતાની સ્માર્ટફોન સબ બ્રાન્ડ લાઇઅપને વધારતા iQOO લોન્ચ કરી. BBKની આ પહેલા ઓપ્પો, વીવો, વનપ્લસ અને રિયલમી ચાર સબ બ્રાન્ડ હતી. શરૂઆતમાં iQOO ને વીવોના સબ બ્રાન્ડ તરીકે લોન્ચ કરવામાં આવ્યો. પરંતુ હવે એક વર્ષની અંદર જ iQOO એક બ્રાન્ડ તરીકે પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યો છે.
જોકે આ પહેલી વખત નથી જ્યારે BBK ઇલેક્ટ્રોનિક્સે આ પ્રકારની અલગ બ્રાન્ડ બનાવી છે. 2018માં રિયલમીને ઓપ્પોની સબ બ્રાન્ડ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ઓનલાઈન મનાર્કેટમાં રિયલમીને સારી એવી સફળતા મળી તો તેને ઓપ્પોથી અલગ કરવામાં આવી.
IQOOને વિતેલા વર્ષે માર્ચમાં જ લોન્ચ કર્યા બાદથી 5G સેગમેન્ટ પર પોતાનું ફોકસ રાખ્યું છે. કંપનીએ ક્વાલકોમના 5G નેટવર્કને સપોર્ટ કરનાર પ્રોસેસર સ્નેપડ્રેગન 865 અને સ્નેપડ્રેગન 765 પર બેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.
TV
Appliances
Accessories
































