
Microsoft Mobile Phones
અમેરિકાની ટેક જાયન્ટ કંપની માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી કંપનીમાંથી એક છે. માઈક્રોસોફ્ટએ પોતાની ઓળખ કોમ્પ્યૂટરની વિંડો ઓપરેટિંગના માધ્યમથી બનાવી છે. પરંતું સ્માર્ટફોન માર્કેટમાં એન્ડ્રોઈડ, આઈઓએસને પડકાર આપવા માટે 2011માં વિન્ડો બેસ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા.
માઈક્રોસોફ્ટએ સ્માર્ટફોન બિઝનેસમાં જગ્યા બનાવવા માટે 2012માં દુનિયાની સૌથી મોટી ડીલ નોકિયા સાથે સાઈન કરી. નોકિયાને ખરીદ્યા બાદ કંપનીએ પોતાનું બધુ ધ્યાન ફીચન ફોનની જગ્યાએ સ્માર્ટફોન પર શિફ્ટ કર્યું.
માઈક્રોસોફ્ટે લૂમિયા બ્રાન્ડ સાથે 30થી વધારે સ્માર્ટફોન લોન્ચ કર્યા. પરંતુ વિન્ડો ઓપરેટિંગને સફળતા નહી મળવાના કારણે 2016ની શરૂઆતથી જ કંપનીએ સ્માર્ટફોન બનાવવાનું બંધ કરી દીધુ હતું.
હાલમાં સ્માર્ટફોન માર્કેટમાંથી વિન્ડો ઓપરેટિંગ પૂરી રીતે ગાયબ છે. પરંતુ વર્ષ 2020માં માઈક્રોસોફ્ટે સ્માર્ટફોન માર્કેટમાં પરત આપવાની જાહેરાત કરી છે. માઈક્રોસોફ્ટ હવે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સાથે જ પ્રથમ Fold સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. માઈક્રોસોફ્ટ આ વર્ષે જ Fold સ્માર્ટફોન લોન્ચ કરશે.
TV
Appliances
Accessories

























