2.2 બિલિયન યુઝર્સના પ્લેટફોર્મ ફેસબુકના અગાઉ ટ્વિટર પર પણ પોતાના સોફ્ટવેરમાં ખામી હોવાની વાત જાહેર કરી હતી. ટ્વિટર પર ડેટા ચોરી ખામીને જોતાં તમામ યુઝર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું હતું. કંપની તરફથી સુરક્ષાને ધ્યાનમાં લઈ આ પ્રકારનો નિર્ણય લીધો હતો.
2/4
ફેસબુકમાં બગ અંગેની વાત સામે આવી હતી. જેના હેઠળ યુઝર્સ દ્વારા કરવામાં આવેલ કોઇ પણ નવી પોસ્ટ જાતે જ પબ્લિક થઈ જતી હતી. પછી ભલે ને તમે તમારાં પ્રાઇવેટ સેટિંગમાં ફ્રેન્ડ્સ ઓનલી કેમ ન સિલેક્ટ કર્યું હોય.
3/4
આ મામલે કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, આ ભૂલ 18 મેથી 27 મેના વચ્ચે સામે આવી છે. કંપનીના પ્રાઇવેસી ઓફિસર ઇરિન ઇગ્ને પોતાના નિવેદનમાં સોફ્ટવેરમાં ભૂલ હોવાની વાત જાહેર કરી છે. વાસ્તવમાં ફેસબુકના સોફ્ટવેરમાં બગ હોવાની વાત કરવામાં આવી રહી હતી.
4/4
નવી દિલ્હીઃ કેમ્બ્રિજ એનાલિટિકા કાંડ બાદ ફેસબુક ફરી વિવાદમાં આવી છે. એક વખત ફરી ગડબડીને કારણે ફેસબુકે માફી માગવી પડી છે. વિશ્વભરમાં 1.4 કરોડ ફેસબુક યૂઝર્સની પ્રાઈવેટ પોસ્ટ પબ્લિક પોસ્ટ થઈ ગઈ છે. કહેવાય છે કે, આવું થવા પાછળનું કારણ ફેસબુકના સોફ્ટવેરમાં આવેલ બગ છે.