તેમના જણાવ્યા અનુસાર સીએટીએમ-ઈ દ્વારા લાગુ પાડવામાં આવેલી કેટલીક રેગ્યુલેટરી ગાઇડલાઇન જે એટીએમના સોફ્ટવેર અને હાર્ડવેર માટે જરૂરી છે તેને લાગુ કરવા માટે આ જરૂરી હતું. કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કેસેટ સ્વેપ મેથડ જે રોકડને લોડ કરવા માટે જરૂરી છે તેના નિયમન માટે આ પગલું ભરવું જરૂરી હતું.
2/4
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એટીએમ બંધ થવાથી અનેક લોકોને તકલીફ થશે. ખાસ કરીને જે લોકો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ એટીએમથી સબસીડી મેળવી રહ્યા છે તે લોકો અને શહેરી વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
3/4
નવી દિલ્હીઃ ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi)એ ચેતવણી આપી છે કે માર્ચ 2019 સુધીમાં દેશના અડધાથી વધારે એટીએમ બંધ થઈ શકે છે. CATMiએ બુધવારે ચેતવણી આપતા કહ્યું કે, એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડની સાથે જ રોકડ મેનેજમેન્ટ યોજનાઓના હાલના માપદંડને કારણે માર્ચ 2019 સુધી સંચાલનના અભાવે 50 ટકા જેટલા એટીએમ બંધ થઈ જશે.
4/4
દેશમાં હાલ લગભગ 2,38,000 એટીએમ છે જે પૈકીના લગભગ 1,13,000 એટીએમ જેમાં 1,00,000 ઑફ-સાઈટ એન્ડ 15,000 વાઈટ લેબલ એટીએમનો સમાવેશ થાય છે. જે તમામના શટર પડી જશે તેવું સીએટીએમ-ઈ ના પ્રવક્તાએ જણાવ્યું હતું.