ઉપરાંત કારના એન્જિન અને અન્ય ફીચર્સમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. મારુતિ સુઝુકી અલ્ટો 800માં 796 સીસી, 47.3 બીએચપી અને અલ્ટો કે10માં 998 સીસી,67 બીએચપી એન્જિન લાગેલ છે.
2/6
મારુતિ સુઝુકી અલ્ટોના આ લિમિટેડ એડિશનમાં નવા બોડી ગ્રાફિક્સ, એમએસ ધોનીની સિગ્નેચર, સ્પોર્ટી સીટ કવર (7 નંબર લખેલ), અત્યાધુનિક મ્યૂઝિક સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા ઘણાં ફીચર્સ આપવામાં આવ્યા છે.
3/6
મારુતિ સુઝુકીએ હાલમાં જ અલ્ટો અને અલ્ટો 800 કે10ની લિમિટેડ એડિશન લોન્ચ કરી છે. આ લિમિટેડ એડિસન કારને એમએસ ધોનીથી પ્રેરિત ગણાવવામાં આવી છે અને તેને એમએસ ધોની લિમિટેડ એડિશન નામ આપવામાં આવ્યું છે. તમને જણાવીએ કે, ક્રિકેટર એમએસ ધોનીના જીવન પર બનનારી ફિલ્મ 'M.S. Dhoni- The Untold Story' મારુતિ સુઝુકી પણ જોડાયેલ છે. હાલમાં કંપનીએ આ લિમિટેડ એડિશન કારની કિંમતનો ખુલાસો કર્યો નથી. આ બન્ને કારના લિમિટેડ એડિશનની ડિલિવરી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.
4/6
5/6
લોન્ચિંગ સમયે કંપનીના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) આરએસ કલ્સીએ કહ્યું કે, અલ્ટો ભારતમાં એક વિશ્વસનીય કાર તરીકે ઓળખાય છે અને માટે જ આ કાર એમએસ ધોની પર બની રહેલ ફિલ્મ સાથે જોડાયેલ છે. એમએસ ધોની અને મારુતિ સુઝુકી અલ્ટો, બન્નેને દેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. અલ્ટો એકમાત્ર એવી કાર છે જેણે અત્યાર સુધી 30 લાખ યૂનિટ વેચાણો આંકડો મેળવ્યો છે. ધોની અને અલ્ટો બન્ને જ એક બીજાના ક્ષેત્રમાં સ્ટાર છે.