નવી દિલ્હીઃ શું તમે તહેવારની સીઝનમાં સોનું ખરીદવા માગો છો, તો સીધા જ સરકાર પાસેથી ખરીદી શકો છો. કેન્દ્ર સરકારે ગઈકાલથી ગોલ્ડ બોન્ડ યોજનાની શરૂઆત કરી છે. સરકાર તરફથી 2018-19 માટે ગોલ્ડ બોન્ડ યોજના ફેબ્રુઆરી સુધી 5 તબક્કામાં ચલાવવામાં આવશે.
2/4
ગઈકાલથી શરૂ થયેલ આ બોન્ડ યોજના 19 ઓક્ટોબર સુધી ખુલી રહેશે અને બોન્ડના સર્ટિફિકેટ 23 ઓક્ટોબરે જારી રહેશે. આ ગોલ્ડ બોન્ડની કિંમત હાલના સોનાની કિંમત કરતા 3 ટકા ઓછી છે. ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ કરવા પર 50 રૂપિયાની છૂટ પણ મળશે.
3/4
બોન્ડનું વેચાણ બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ., પોસ્ટ ઓફીસ તથા માન્ય પ્રાપ્ત શેર બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસઈ લિમિટેડ દ્વારા થઈ રહ્યું છે. આ સ્કિમ અંતર્ગત વ્યક્તિગત 500 ગ્રામ અને એચએનઆઈ વધુમાં વધુ 4 કિલો સોના જેટલા બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડમાં પરચેઝ પ્રાઈસ 3146 રૂપિયા પ્રતિ ગ્રામ છે. ટ્રસ્ટ અને નાણાંકીય વર્ષ એકમોના કિસ્સામાં વધમાં વધુ રોકાણની મર્યાદા 20 કિલોગ્રામની છે.
4/4
બોન્ડ પર વાર્ષિક વધુમાં વધુ 2.5 ટકા વ્યાજ મળશે. આ બોન્ડ 8 વર્ષ બાદ મેચ્યોર થશે. એટલે કે 8 વર્ષ બાદ તમે અહીંથી તમારી રકમ ઉપાડી શકો છો. બોન્ડ ખરીદવા તમે ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ઉપરાંત રોકડ પેમેન્ટની સુવિધા પણ મળશે તેના માટે વધુમાં વધુ મર્યાદા 20 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.