નવી દિલ્હીઃ ઉર્જિત પટેલના રાજીનામા બાદ થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું ગવર્નર પદ સંભાળનારા ગવર્નર શક્તિકાંત દાસના કાર્યકાળમાં કરન્સીને લઈ મોટો ફેંસલો થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈની અહેવાલ મુજબ રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે.
2/3
આ પહેલા 10, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટને નવા રંગ રૂપમાં બહાર પાડવામાં આવી છે. આ નોટ જૂની નોટની સરખામણીમાં અલગ આકાર અને ડિઝાઇનની છે.
3/3
નવી 20 રૂપિયાની નોટમાં વર્તમાન ચલણમાં રહેલી 20 રૂપિયાની નોટ કરતાં અલગ ફીચર્સ હશે. કેન્દ્રીય બેંકે એક ડોક્યુમેન્ટમાં આ જાણકારી આપી છે. નવી નોટ જાહેર થવાની સાથે જ જૂની નોટ પણ ચલણમાં રહેશે.