શોધખોળ કરો
Vodafoneએ ગ્રાહકોને આપી દિવાળીની ભેટ, હવે રોમિંગમાં પણ થશે ફ્રીમાં વાત
1/4

મુખ્ય ટેલીકોમ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે દિવાળીની ભેટ તરીકે નવી સુવિધા આપી છે. દિવાળીથી વોડાફોન ઇન્ડિયાના તમામ ગ્રાહકો દેશભરમાં કોઈપણ જગ્યાએ ઇનકમિંગ કોલ પર રોમિંગ ચાર્જની ચિંતા કર્યા વગર વાત કરી શકસે. કંપનીએ કહ્યું કે, 30 ઓક્ટોબરથી દિવાળીથી પોતાના તમામ ગ્રાહકો માટે રાષ્ટ્રીય રોમિંગ દરમિયાન ઇનકમિંગ કોલ ફ્રી ઉપલબ્ધ કરાવશે.
2/4

વોડાફોન ઇન્ડિયાના ડાયરેક્ટર સંદીપ કટારિયાએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાલના 20 કરોડ ગ્રાહક તહેવાર દરમિયાન રાષ્ટ્રીય રોમિંગ દરમિયાન ફ્રી ઇનકમિંગ કોલથી એ સુનિશ્ચિત થશે કે અમારા ગ્રાહક પોતાના શહેર, ગામડાથી બહાર નીકળવાથી ખચકાશે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું છેકે, 30 ઓક્ટોબર એટલે કે દિવાળાના દિવસથી વોડાફોન ઇન્ડિયાના તમામ ગ્રાહક દેશભરમાં કોઈપણ જગ્યાએ ઇનકમિંગ કોલ પર રોમિંગ ફ્રીની ચિંતા કર્યા વગર વાત કરી શકશે.
Published at : 22 Oct 2016 10:35 AM (IST)
View More





















