શોધખોળ કરો

Crime News: અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, બે માસના બાળકને તડપાવીને માર્યા બાદ બાદ કર્યું આવું કામ

Gujarat Crime News: લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલે બે માસના બાળકનો શ્વાસ રૂંધીને મારી નાંખ્યો હતો. જે બાદ નવસારીના જૂજ ડેમમાં ફેંકી દીધું હતું.

Crime News: નવસારીમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલે બે માસના બાળકનો શ્વાસ રૂંધીને મારી નાંખ્યો હતો. જે બાદ નવસારીના જૂજ ડેમમાં ફેંકી દીધું હતું. વાંસદામાં રહેતા પ્રેમીઓએ આડખીલી રૂપ બનતા બે માસના બાળકને તડપાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ બેરહેમીથી નિકાલ કર્યો હતો. પિતાએ બે મહિનાના બાળકને શ્વાસ રૂંધી મારી નાંખ્યા બાદ લાશને ગુટકાના થેલામાં પેક કરી જૂજ ડેમમાં ફેંકી દીધી હતી. 14 મી જાન્યુઆરીએ થયેલી હત્યાના કેસને પોલીસે બરાબર એક મહિના બાદ ઉકેલ્યો હતો. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ  કરી હતી.

ક્રિકેટ રમતાં યુવકનું મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

રાજકોટ શહેરમાં વધુ એક ક્રિકેટરનું મોત થયું છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મોત થયું હતું. પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવેલો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. જેમાં ભરત બારીયાનું મોત થયું હતું. હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકની ઉમર 40 વર્ષ હતી. યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. જેને લઈ માહોલ ગમગમી થઈ ગયો હતો.

ડિસા રહેતા ભરત બારૈયા (ઉં.વ.40) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 મારફત ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

ભરત બારૈયાના ભાણેજનું આજે રિસેપ્શન હતું. પરંતુ મામાની અણધારી વિદાયથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. બનાવની જાણ થતાં જ ભરતની પત્ની, ભરતના સાસુ સહિતના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ભરતના મૃતદેહને ગળે વળગાડીને મહિલાઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું.  

ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

 ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. બે દિવસમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે. નલિયામાં તાપમાન 6 ડિગ્રી વધતાં 15 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદમાં 13 અને ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છ અને સુરેન્દ્રનગરમાં બપોરે 35 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું તો કેટલાક સ્થળે 34 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસમાં તાપમાન વધતાં અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીમાંથી 15 ડિગ્રી ઉપર નોંધાશે. 5 દિવસ તાપમાન સૂકું રહેશે. શિયાળામાંથી ઉનાળા તરફ સિઝન જવાને લઈને બેવડી ઋતુ રહેશે. ફેબ્રુઆરી સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચ શરૂ થતાં ખરી ગરમીની શરૂઆત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget