Alwar Crime: ધોળેદિવસે બેન્કમાં ઘૂસ્યા લૂંટારુઓ ને માત્ર 7 મિનીટમાં 1 કરોડ લૂંટીને ફરાર, જુઓ વીડિયો
અધિકારીઓએ બતાવ્યુ કે, તસ્કરો હથિયાર લઇને આવ્યા હતા, અને તેમને માત્ર 17 મિનીટની અંદર આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
Alwar Crime News: રાજસ્થાનના અલવરમાં સોમવારે ધોળેદિવસે બેન્કમાં લૂંટના ઘટનાને અંજામ આપવામાં આવ્યો. અહીં લગભગ છે હથિયારધારી લૂંટારુઓએ બેન્કની એક બ્રાન્ચમાંથી લગભગ એક કરોડ રોકડ અને સોનુ લૂંટી લીધુ. અધિકારીઓએ બતાવ્યુ કે, તસ્કરો હથિયાર લઇને આવ્યા હતા, અને તેમને માત્ર 17 મિનીટની અંદર આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પછી બાઇક પર સવાર થઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
કર્મચારીઓને બંધક બનાવ્યા -
ભિવાડીના પોલીસ અધિક્ષક (એસપી) શાંન્તનુ કુમારે કહ્ુયં કે, ભિવાડીના રીકો ચૌક સ્થિત એક્સિસ બેન્કની બ્રાન્ચને લૂંટી લેવામાં આવી. તેમને કહ્યું ક, છ બદમાશો ત્રણ બાઇક પર આવ્યા હતા. તેમને બેન્ક કર્મચારીઓને બંધક બનાવી લીધા. પોલીસ સીસીટીવીમાં તપાસ કરી રહી છે.
તિજોરીમાંથી તમામ પૈસા લઇ ગયા -
બેન્ક કર્મચારીઓએ પોલીસને બતાવ્યુ કે, સવારે લગભગ 10 બેન્ક બ્રાન્ચ ખુલી, લૂંટારુઓએ ચહેરા બુકાનીથી ઢાંકેલા હતા, અને હાથોમાં હથિયારો હતો. બેન્કમાં ઘૂંસતા જ લૂંટારુઓએ કર્મચારીઓને ઘેર લીધા, અને લૉકરની ચાવી જબરદસ્તીથી લઇ ગયા. તે પોતાની સાથે બેગ લઇને આવ્યા હતા, અને તિજોરીમાં રાખેલા તમામ પૈસા અને સોનુ બેગમાં મુકીને ફરાર થઇ ગયા હતા.
સીસીટીવીથી પાસ શરૂ -
લૂંટારુઓને પકડવા માટે રસ્તાં પર બેરિકેડિંગ કરી દેવામાં આવી અને બેન્કના સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એસપીએ કહ્યું કે, બાઇક અને ઉપસ્થિતિના આધાર પર ઓળખની કરવામાં આવી રહી છે. સાથે જ લૂંટારુઓના રસ્તાંઓ વિશે પણ જાણકારી મળી છે. તેમને કહ્યું કે, પોલીસની ટીમે યોગ્ય દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ