Crime News: સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી હાહાકાર, રાત્રે ઘરની બારીમાંથી ત્રાટકેલા ચોરે ખેલ્યો ખુની ખેલ
Crime News: સુરતના બેગમપુરા નવાબની વાડીમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા લૂંટારુએ મોબાઈલ ફોન અને બે હેડફોન સાથે 13 હજારની લૂંટ કરી હતી. આ હાજર મહિલાએ લુટારુ સામે પ્રતિકાર કર્યો હતો.
![Crime News: સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી હાહાકાર, રાત્રે ઘરની બારીમાંથી ત્રાટકેલા ચોરે ખેલ્યો ખુની ખેલ An incident of loot with murder came to light in Begampura area of Surat Crime News: સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી હાહાકાર, રાત્રે ઘરની બારીમાંથી ત્રાટકેલા ચોરે ખેલ્યો ખુની ખેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/690cedf660a0093ccbef8d90c20635af1701441472164397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News: સુરતના બેગમપુરા નવાબની વાડીમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા લૂંટારુએ મોબાઈલ ફોન અને બે હેડફોન સાથે 13 હજારની લૂંટ કરી હતી. આ હાજર મહિલાએ લુટારુ સામે પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપીઓએ આધેડ મહિલાની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત તેના પતિ અને પુત્રને પણ ઢોર માર મારતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
માત્ર ૧૩ હજારની રકમ માટે ખુની ખેલ ખેલ્યો
માત્ર ૧૩ હજારની રકમ માટે આતંકનો ખેલ ખેલનાર બે પૈકી એકને પુણા પોલીસે જ્યારે બીજાને સલાબતપુરા પોલીસે ઝડપી લીધો છે. નવાબની વાડી કુબેરજી હાઉસ સામે આવેલ હનુમંત નમકીન ઉપરના મકાનમાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા ફરસારામ તેમની ૪૮ વર્ષીય પત્ની ગીતાબેન પ્રજાપતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે.
ફોન અને બે હેડફોન સહિત ૧૩ હજારની મતા લૂંટી ફરાર
તેમનો પુત્ર ભરત ઘરેથી સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરતો હોય પહેલા માળે આવેલો રૂમ તેને રહેવા માટે આપી રાખ્યો હતો. રાત્રે 03:30 વાગ્યે ડ્રેનેજ પાઈપની મદદથી પહેલા માળની ખુલ્લી બારીમાંથી ચોર ઘૂસી આવ્યો હતો. તે વખતે જાગી ગયેલા ભરતને ગાલ પર ચપ્પુ મારી ડરાવી તેની પાસેથી લેપટોપ મોબાઈલ ફોન અને હેડફોન ચોરી લીધા હતા. તે વખતે પહેલા માળે કોમન બાથરૂમ માંથી ભરતની માતા ગીતાબેન બહાર આવ્યા હતા. પુત્રને લોહીલુહાણ સ્થિતિમાં જોતા તેમણે અજાણ્યા યુવકને ચપ્પુ સાથે જોતા તેને પકડવાની કોશિશ કરતા ચોરે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેઓ ફસડાઈ પડયા હતા. લૂંટારું મોબાઇલ ફોન અને બે હેડફોન સહિત ૧૩ હજારની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સમક્ષ તેણે હત્યા કર્યાની કબુલાત કરી
આ ગુનાને અંજામ આપનાર આરોપીને મનીષ ઉર્ફે મહેશ દેવીપુજક અનાયાસે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ સમક્ષ તેણે હત્યા કર્યાની કબુલાત કરી હતી અને તેને અહીં ચોરી કરવા કરણસિંહ લઈ ગયા હોવાની કબૂલાત વચ્ચે સલાબતપુરા પોલીસે તેને પણ દબોચી લીધો હતો.
આ પણ વાંચો
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)