શોધખોળ કરો

Crime News: સુરતમાં હિદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર મોલવીની ધરપકડ, નુપુર શર્મા સહિત આ લોકો હતા નિશાને

સુરત: હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકીસ્તાન, નેપાળ તથા અન્ય દેશના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કઠોરગામના મૌલવી સોહેલ અબુબકર ટીમોલની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે.  

ક્રાઇમબ્રાંચને મળેલ બાતમી આધારે આરોપી-મહમદ સોહેલ ઉર્ફે મૌલવી S/O અબુબકર ટીમોલને ઝડપી પાડવામાં આવ્યો છે. તે સુરત જિલ્લાનાં કઠોરગામમાં આવેલ મદ્રેસામાં હાફિઝ અને આલીમ બનેલ છે. કઠોર-અંબોલી ગામમાં મુસ્લીમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનુ ખાનગી ટ્યુશન ચલાવે છે તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. 

આ અંગે વિગતે વાત કરીએ તો, મોલવી સોહેલ અબુબકર ટીમોલે સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપી હતી. ઉપદેશ રાણા સનાતન સંઘના નામથી Ngo ચલાવે છે. વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી મળી હતી. ત્યારે ધમકી આપનાર મૌલાનાની ધરપકડ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કામરેજના કઠોરથી મૌલવીની ધરપકડ કરવામાં આવી છે.

તે પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હતો. હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંગ તેમજ સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ તેમજ નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ષડયંત્ર હતું. આ મૌલવી પાકિસ્તાનથી ગન મંગાવતો હતો અને પાકિસ્તાનથી પણ વેપન જલ્દી આપવાની વાત કરાઈ હતી. હથિયાર જલ્દી મંગાવવા બાબતેની પણ  ચેટ મળી છે. આ ઈસમો લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગ થઈ શકે તેનો ઉપયોગ વાત કરવા  માટે માટે કરતા હતા.

ઉપદેશનું નામ ઈસમોએ ઢક્કન આપ્યું હતું. કોડવર્ડ નામના આધારે જ આ મૌલવી તેના સાગરીતો સાથે વાત કરતો હતો. હિન્દૂવાદી નેતાઓના નિવેદનને લઈને આ મૌલવી લોકોને ટાર્ગેટ કરતો હતો. હિન્દૂ નેતાને મારવા માટે 1 કરોડ રૂપિયા આપવાની વાત મૌલાવીએ પાકિસ્તાનના હેન્ડલરને કરી હતી. પાકિસ્તાન તેમજ અન્ય દેશના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પરથી ફોન કર્યા હતા. લાસકાણાના ડાયમંડ નગરમાં એમ્બ્રોડરીના ખાતામાં આ મૌલવી મેનેજર તરીકે કામ કરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલાવીની ધરપકડ કરવામાં આવતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ ઉપદેશ રાણાને x કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાન ઉપરાંત અલગ અલગ દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. કિશન ભરવાડ હત્યા કેસ દરમિયાન પણ ટિપ્પણી મુદ્દે ઉપદેશ રાણાને ધમકી મળી હતી. ઉપેદેશ રાણા જે NGO ચલાવે છે તેના સંઘના કમલેશ તિવારીની વિધર્મીઓના ધર્મ ગુરૂ પર ટિપ્પણી કરવા બદલ 2019માં લખનૌઉમાં હત્યા કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશGir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશAhmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget