Crime: જંબુસરમાં બની હૃદય કંપાવી દેતી ઘટના,બંને બહેનોને નશાકારક ઇંજેકશન આપી આચર્યું દુષ્કર્મ
ભરૂચના જંબુસરમાં બંને બહેનોનું અપહરણ કરીને તેમને ફાર્મ હાઉસમાં લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ વીડિયો પણ બનાવ્યો હતો.
Crime News :ભરૂચના જંબુસરમાં ચૌંકાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 દિવસ પહેલા 4 યુવકોએ મળીને બંને બહેનોના અપહરણનો પ્લાન કર્યો અને બંને બહેનોને ઇકો કારમાં બેસાડીને તેમને ફાર્મ હાઉસ લઇ ગયા હતા. આ સાથે તેમણે નશાકારક ઇંજેકશન પણ સાથે લીધા હતા. બાદ બંને યુવતીઓને નશાકારક ઇંજેકશન આપ્યાં હતા અને તેમના પર દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહી આરોપીએ તેમનો વીડિયો પણ બનાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. સમગ્ર ઘટનામાં પોલીસે 4 આરોપી વિરોધ ફરિયાદ નોંધી છે.જેમાં બે આરોપી યાસીન અને નઈમ નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
પાલનપુરના ગઢ પંથકમાં અપહરણ બાદ દુષ્કર્મ
પાલનપુરના ગઢ પંથકમાં પણ શરમજનક ઘટના બની છે. અહી કેટરર્સમાં ભોજન પીરસવા જતી સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. કાર ચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંઘાઇ છે.સગીરાની માતાએ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આરોપી સગીરાનું અપહરણ કરીને તેમને અમદાવાદ, મોરબી, જૂનાગઢ લઈ ગયો હતો અને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું.
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મોરબીમાં પણ એક આવી જ શરમજનક ઘટના ઘટી છે. અહીં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડીને સઘન પુછપરછ હાથ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
ગુજરાતમાં શીતલહેર, 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુગાર
સુરેન્દ્રનગરમાં ચાલેક કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ