શોધખોળ કરો

Crime News: દ્વારકામાં વિધર્મી યુવકે સગીરાની મરજી વિરુદ્ધ માણ્યુ શરીર સુખ, સાત મહિનાનો ગર્ભ રહેતા શું આપી ધમકી?

દ્વારકામાં વિધર્મી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી

દ્વારકામાં વિધર્મી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં સગીરા ગર્ભવતી બનતા વિધર્મીના પાપનો પર્દાફાશ થયો હતો. આરોપી આસિફ સતારે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી દેતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આસિફ સતાર સાથે અન્ય ત્રણ પરિવારજનોની સંડોવણી પણ બહાર આવી હતી. મીઠાપુર પોલીસ ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી આસિફ સતારે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કારણે સગીરાને સાત મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. એટલું જ નહી આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે  જો તું કોઇને કહીશ તો તેને અને તેના ભાઇને મારી નાખીશ.

સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થતા  આરોપીના પરિવારના સત્તાર વલીમામદ બેતારા, નૂરજહાંબેન સતાર બેતારા અને ફાતિમાબેન નામના અન્ય પરિવારના સભ્યોએ પણ ગુનો છુપાવવા માટે અને ગર્ભ પડાવવા સગીરાને હોસ્પિટલ લઇ ગયા હતા. એટલું જ નહી આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો તું કોઇને કહીશ તો તને અને તારા ભાઇને જાનથી મારી નાખીશ. મીઠાપુર પોલીસે આરોપી આસિફ સતાર બેતારા સહિત તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 376, 506 (2), 114 તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Mumbai: લિવ ઇનમાં રહેતા પાર્ટનરની ક્રૂરતા, મહિલાની હત્યા કરી મૃતદેહના કર્યા ટૂકડા, કૂકરમાં બાફી ગટરમાં ફેંક્યા

મુંબઈના મીરા રોડ વિસ્તારની આકાશગંગા સોસાયટીમાં એક મહિલાની ઘાતકી હત્યાની ઘટના બની હતી. પોલીસે ઘટનાસ્થળેથી મહિલાના મૃતદેહના અનેક ટુકડાઓ કબજે કર્યા છે. પોલીસનું કહેવું છે કે તે સોસાયટીમાં તેના એક મિત્ર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીના મૃતદેહના ટુકડાને મિક્સરમાં ક્રશ કરી કર્યા હતા. બાદમાં મૃતદેહના ટૂકડાને કુકરમાં બાફી ગટરમાં નાખી તેનો નિકાલ કર્યો હતો.

ડીસીપી જયંત બજબાલેએ જણાવ્યું હતું કે મૃતક મહિલાની ઓળખ 32 વર્ષીય સરસ્વતી વૈધના રૂપમાં થઇ છે. તે છેલ્લા ત્રણ વર્ષથી તેના 56 વર્ષીય મિત્ર મનોજ સાહની સાથે આકાશગંગા સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં લિવ ઇનમા રહેતી હતી. તેમણે કહ્યું હતું કે સમગ્ર મામલાની હજુ તપાસ ચાલી રહી છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સોસાયટીના સાતમા માળેથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.  પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના અનેક ટુકડા કરી દેવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget