CRIME NEWS: મુઝે શ્યામ સે શાકા બનાને મેં તેરા હી હાથ હૈ અંજલી, સુરતમાં પતિએ પત્નીને સોશિયલ મીડિયા પર ધમકી આપતા ફફડાટ
સુરત: મુઝે શ્યામ સે શાકા બનાને મેં તેરા હી હાથ હૈ અંજલી, તું અજય ઔર બંટી તીનો મરેંગે' આ પોસ્ટ એક પતિ દ્વારા સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા પીડિતાનો પરિવાર ભયના માહોલમાં આવી ગયો છે.
સુરત: મુઝે શ્યામ સે શાકા બનાને મેં તેરા હી હાથ હૈ અંજલી, તું અજય ઔર બંટી તીનો મરેંગે' આ પોસ્ટ એક પતિ દ્વારા સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા પીડિતાનો પરિવાર ભયના માહોલમાં આવી ગયો છે. આ સમગ્ર મામલે સુરતના રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થતા લગ્ન કરી લીધા હતા. પ્રેમ લગ્ન બાદ બન્ને ઘર પરિવાર સારી રીતે ચાલતો હતો. પરંતુ ધીમે ધીમે પતિનો ત્રાસ સામે આવવા લાગ્યો અને ત્યાર બાદ અંજલિને ખબર પડી કે એને પ્રેમમાં અંધ બનીને સાચા ખોટાનું ભાનના રહ્યુ. પ્રેમ અંધળો હોય છે તે જ કહેવત આજે અંજલિ ને લાગુ પડી ગઈ છે.
સુરત શહેરના રામનગર ખાતે રહેતા ખાત્રી પરિવારની પરિણીત યુવતીને ઇન્સ્ટાગ્રામ ઉપર પરેશાન કરનાર સામે પોલીસ ફરિયાદ થઇ છે. રાંદેર રામનગરમાં રહેતી 21 વર્ષીય અંજલિ, અડાજણ ખાતે ટેલી કોલરની નોકરી કરે છે. પીડિતા રાંદેર પોલીસ સ્ટેશનમાં પતિ ખુશાલ ગજવાણી સામે ફરિયાદ નોંધાવી છે. અંજલીએ ગત 16 જુલાઈ 2020ના રોજ ખુશાલ સાથે પરિવારની જાણ બહાર લગ્ન કર્યાં હતાં અને ત્યાર બાદ અંજલીએ તેના પતિને ઘરે લગ્ન અંગેની જાણ કરવા માટે વાત કરતા ખુશાલે ગીતાને ગાડીમાં જ માર માર્યો હતો. યુવકે ઘરે લગ્ન અંગે જાણ કરવાની ના પાડી હતી,અને ત્યાર બાદ ઘરેલુ કંકાસ શરૂ થયો હતો.
પ્રથમ તો પીડિતા રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે ગઈ હતી,પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર પી આઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા પીડિતાને ડરાવવામાં આવી હતી કે તમારી ફરિયાદ લેશું તો સામે ખુશાલની પણ ફરિયાદ લેવી જ પડશે. અને બંને સામ સામે કેસ થશે અને લોકઆપમાં બેસવાનો વારો આવશે. આવો ગંભીર આક્ષેપ ખુદ પીડિતા દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ફરિયાદ ન નોંધતા ખુશાલની હિંમત સતત ખુલતી ગઈ અને આ સાયકો પતિ પોતાની પત્નીનો પીછો કરતો હતો અને ધમકી આપતો હતો. જેથી પત્ની ફરી એક વાર ભયના માહોલમાં આવી ગઈ હતી અને છેવટે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અંજલી અને ખુશાલના લગ્ન થયા બાદ પત્નીને કોઈ સાથે વાત ક૨વા દેતો નહોતો અને ક્યાય બહાર પણ નીકળવા દેતો નહોતો. જેથી અંજલી તેના પતિના ઘરે ગઈ નહોતી. બાદમાં ખુશાલના માતા અને બેન અંજલીને ઘરે તેડવા માટે આવ્યા હતા. ત્યારે અંજલીએ આવવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી અંજલીના ઘરે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી ખુશાલ દ્વારા આપવામાં આવી હતી. છેવટે અંજલીએ પતિ, પતિની બેન અને માતા સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યાર બાદ જાન્યુઆરી 2022માં ખુશાલે ઇન્ટ્રાગ્રામ ઉપર અલગ અલગ આઈડી બનાવી હતી. અને તેમા ‘મુઝે શ્યામ સે શાકા બનાને મેં તેરા હી હાથ હે અંજલી, અજય ઓર ખાસ બંટી ખત્રી તીનો મરેંગે મેરે હાથ' આવું લખાણ લખી જાનથી મારી નાખવાની ધમકીવાળું લખાણ સોશિયલ મિડીયામાં મુક્યું હતું. આ ઉપરાંત યુવતીનો ફોટો પણ અપલોડ કર્યો હતો. ત્યાર પછી પણ વારંવાર જ્યારે યુવતી નોકરીએ જતી ત્યારે અડાજણ BRTS બસમાં પાછળ આવીને ગાળો આપતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો,હાલ તો રાંદેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.