Crime News: ગીર સોમનાથમાં મોટા ભાઈ નાના ભાઈના દીકરાને દારુ પીવડાવી કરતા હતા ગંદુ કામ, ખબર પડતાં જ ખેલાયો ખુની ખેલ
Crime News: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીબડી ગામે નાના ભાઈએ સાઢુભાઈની મદદથી તેમના મોટાભાઈની હત્યા કરી નાખ્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે.
Crime News: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીબડી ગામે નાના ભાઈએ સાઢુભાઈની મદદથી તેમના મોટાભાઈની હત્યા કરી નાખ્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ હત્યા કરવા પાછળ મૃતક મોટાભાઈ આરોપીના 8 વર્ષીય દિકરાને દારૂ પીવડાવીને બદકામ કરતા હોવાની ધૃણાસ્પદ હકીકત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વાતનો રાગદ્વેષ રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પોલીસે ગુન્હો નોંધી હત્યારા આરોપી નાનાભાઈ અને તેના સાઢુની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પારિવારીક સંબંધોને કલંક લગાડતી ગીર સોમનાથ માંથી સામે આવેલી ઘટના અંગે માહિતી આપતા સીપીઆઈ એમ.યુ. મશીએ જણાવેલ કે, સુત્રાપાડા રહેતા જગમલભાઈ બારડે પોતાની ટીબડી ગામે આવેલ ખેતીની જમીન તેમના સાળા ભૂપતભાઈ ગીગાભાઈ મોરીને ભાગ્યા તરીકે અઢી વર્ષથી આપી છે. ત્યાં વાડીના મકાનમાં ભૂપતભાઈ તેમના પત્ની અને 8 વર્ષીય બાળક સાથે રહે છે. જ્યાં છેલ્લા એક વર્ષથી તેમના મોટાભાઈ હરીભાઈ સાથે રહેવા આવેલ હતા. ત્યાં જ છેલ્લા છએક મહિનાથી ભુપતનો સાઢુ ભાઈ દિનેશ વાઘેલા ત્યાં સાથે રહેવા આવતા તમામ ત્યાં વાડીએ રહેતા હતા.
આ દરમ્યાન બે દિવસ પૂર્વે રાત્રીના ત્રણેક વાગ્યે જગમલભાઈના પત્નીને વાડીએથી તેમના ભાઈ ભુપતનો ફોન આવેલ અને કહેલ કે, મોટાભાઈ હરીભાઈ મારા દિકરા અશ્વિનને દારૂ પીવડાવી ખરાબ કામ કરતો જેથી મે અને મારા સાઢુભાઈ દિનેશ વાઘેલાએ બંન્નેએ મળીને પતાવી નાખેલ છે. તેવું જણાવી બક બક કરતો હતો. જે અંગે જગમલભાઈએ જાણ કરતા પોલીસ અધિકારીએ સ્ટાફ સાથે ટીબડી ગામની સીમમાં આવેલ વાડીએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જ્યાં વાડીના મકાનથી આશરે પોણો કિલોમીટર દુર ખેતરના પાળા ઉપરથી હરીભાઈની લાશ મળી આવી હતી. ત્યારે હરીભાઈના ગુપ્ત ભાગે મુંઢ ઇજાના નિશાન જોવા મળેલ, મોઢાના ભાગે તિક્ષ્ણ હથીયાર તથા બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોય તેમ વિકૃત સ્થિતિમાં ચહેરો જોવા મળેલ ઉપરાંત શરીરના ઘણા ભાગોમાં ઈજાના નિશાનો હતા. જેથી હરીભાઈનું અન્ય કોઈ જગ્યાએ મોત નિપજાવ્યા બાદ લાશને ઢસડીને પાળા ઉપર નાખેલ હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જણાયેલ હતુ.
આ હત્યા મામલે વાડી માલીક જગમલભાઈ પરબતભાઈ બારડે ઉપરોક્ત વિગતો સાથે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યારા આરોપી ભુપત ગીગા મોરી અને તેના સાઢુ દિનેશ ગોબર વાઘેલાની અટકાયત કરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.