પતિએ ફ્રેન્ચ ફ્રાઇઝ ખાતા રોકી તો પત્નીએ કર્યો ક્રૂરતાનો કેસ, સાંભળીને જજ પણ થઇ ગયા હેરાન
અહીં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો કારણ કે તેણે તેને ફ્રેન્ચ-ફ્રાઈઝ ખાવા દીધી ન હતી
બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો કારણ કે તેણે તેને ફ્રેન્ચ-ફ્રાઈઝ ખાવા દીધી ન હતી. કર્ણાટક હાઈકોર્ટે તે વ્યક્તિ વિરુદ્ધ ચાલી રહેલા કલમ 498A (ક્રૂરતા) હેઠળના કેસમાં રાહત આપી છે. હાઈકોર્ટમાં જજ સમક્ષ પોતાની દલીલો રજૂ કરતી વખતે વ્યક્તિએ કહ્યું હતું કે પત્નીએ તેની સામે ક્રૂરતાનો કેસ કર્યો છે કારણ કે મેં તેને ફ્રેન્ચ-ફ્રાઈઝ ખાવાથી રોકી હતી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે પત્ની દ્વારા પતિ પર લગાવવામાં આવેલા આરોપો વ્યર્થ છે અને આવા આરોપોના આધારે તપાસ ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે.
Karnataka High Court stays cruelty case against husband for not allowing wife to eat french fries
— Bar and Bench (@barandbench) August 22, 2024
Read more: https://t.co/ap6Sc0BWoJ pic.twitter.com/jr1Ru4KBpG
હાઈકોર્ટે આ મામલામાં પુરૂષ સામે ચાલી રહેલી તપાસ પર રોક લગાવતા કહ્યું હતું કે, "પતિ વિરુદ્ધ કોઈપણ પ્રકારની તપાસ ચાલુ રાખવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે અને પત્નીના વ્યર્થ આરોપોને જન્મ આપશે. તેથી પતિ સામે ચાલી રહેલી તપાસ વચગાળાના આદેશ દ્વારા આગળની તમામ તપાસ પર રોક લગાવવામાં આવી છે."
પત્નીએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેના પતિએ "બાળકના જન્મ પછી તરત જ તેને ફ્રેન્ચ ફ્રાઈઝ, ભાત અને માંસ ખાવાની મનાઈ કરી હતી." બીજી તરફ, પતિએ દલીલ કરી હતી કે બાળકના જન્મ પહેલા છ વર્ષ અમેરિકામાં રોકાણ દરમિયાન પત્નીએ તેને ઘરના તમામ કામો કરવા મજબૂર કર્યા હતા. પતિએ કહ્યું હતું કે, તે પાકિસ્તાની ડ્રામા જોવામાં સમય વિતાવતી હતી."
સુનાવણી દરમિયાન કોર્ટે વ્યક્તિને તેના કામના સંબંધમાં અમેરિકા જવાની મંજૂરી પણ આપી પરંતુ શરત રાખી કે તે તપાસમાં સહયોગ કરશે અને ગાયબ થશે નહીં. કોર્ટે કહ્યું કે આવા સામાન્ય કેસમાં તપાસ આગળ વધારવી યોગ્ય નથી અને આ મામલામાં આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદની AVM હોસ્પિટલમાં શનિવારે રાત્રે એક નર્સ સાથે બનેલી જઘન્ય ઘટનાથી લોકો હચમચી ગયા હતા. ડોક્ટર શાહનવાઝે એક નર્સને બંધક બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. આ કૃત્ય પછી નર્સે રવિવારે સવારે તેના પરિવારને આ દર્દનાક ઘટના વિશે જાણ કરી હતી. નર્સના પિતાની ફરિયાદના આધારે પોલીસે ડોક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપી વોર્ડ બોયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલારી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસીએ પોલીસને ફરિયાદ કરી કે તેમની 20 વર્ષની પુત્રી છેલ્લા 10 મહિનાથી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. શનિવારે સાંજે સાતેક વાગ્યે તેમની પુત્રી ફરજ માટે હોસ્પિટલમાં ગઈ હતી. આરોપ છે કે હોસ્પિટલમાં કામ કરતી એક નર્સે તેને છેતરીને કહ્યું કે ડોક્ટર શાહનવાઝે તેને પોતાના રૂમમાં બોલાવે છે.
આ પણ વાંચોઃ