Crime News: પ્રેમીએ પ્રેમિકાનો બનાવ્યો ન્યૂડ વીડિયો, બ્લેકમેલ કરીને મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ
Crime News: પોલીસે કહ્યું ચારેય આરોપીઓએ યુવતીને બ્લેકમેલ કરી હતી અને ત્યાર બાદ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.
![Crime News: પ્રેમીએ પ્રેમિકાનો બનાવ્યો ન્યૂડ વીડિયો, બ્લેકમેલ કરીને મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ MP Crime News: Lovers makes video and dushkarma with friends on lover Crime News: પ્રેમીએ પ્રેમિકાનો બનાવ્યો ન્યૂડ વીડિયો, બ્લેકમેલ કરીને મિત્રો સાથે મળી કર્યો ગેંગરેપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/d209b70f271e628de4d41548797eae3a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhya Pradesh Crime News: મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં એક યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. યુવતીના બોયફ્રેન્ડે તેના કેટલાક મિત્રો સાથે મળીને યુવતી સાથે ગેંગરેપની આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. યુવતીની ફરિયાદ પરથી પોલીસે તેના બોયફ્રેન્ડ સહિત તેના ત્રણ મિત્રો સામે ગેંગરેપનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે શું કહ્યું
પોલીસે જણાવ્યું કે, યુવતીના બોયફ્રેન્ડ કૌશલ રાવતે તેના ત્રણ મિત્રો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને તેની ગર્લફ્રેન્ડનો નગ્ન વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ ચારેય આરોપીઓએ યુવતીને બ્લેકમેલ કરી હતી અને ત્યાર બાદ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.
શું છે મામલો
આરોપી કુશલ રાવત ઉત્તર પ્રદેશના ઝાંસીનો રહેવાસી છે અને તેના કેટલાક સંબંધીઓ યુવતીના ગામમાં રહે છે. જેથી આરોપી યુવક ગામમાં આવતો-જતો રહેતો હતો. આરોપીઓને પહેલા યુવતીની ઓળખ થઈ અને તે પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી બોયફ્રેન્ડે તેને કહ્યું હતું કે તે દતિયા તેને મળવા આવી રહ્યો છે. યુવતી તેને મળવા પહોંચી ત્યારે તે તેને જમવાના બહાને શહેરની હોટલમાં લઇ ગયો હતો, જ્યાં તેના મિત્રો પહેલેથી જ હાજર હતા.
વીડિયો પરિવારજનોને મોકલવાનું કહી કર્યો ગેંગરેપ
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે પહેલા હોટલના રૂમમાં જમી લીધું હતું અને ત્યારબાદ તેના બોયફ્રેન્ડ અને તેના ત્રણ મિત્રોએ બળજબરીથી તેનો નગ્ન વીડિયો બનાવ્યો હતો. જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો અને તેને ઘરે આ બધુ જણાવવાનું કહીને ધમકી આપ્યા બાદ ચારેય યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો. પીડિતાની ફરિયાદ પર યુવતીના બોયફ્રેન્ડ કૌશલ અને તેના મિત્ર પહલદ રાવત, ભરત અને હેમંત વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો......
Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?
IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?
અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)