Crime News: મહીસાગરમાં હત્યા કરી આધેડનો મૃતદેહ ફેંકી દેવાયો, હત્યાનું કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્મમ હત્યા કરી અને સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો.

મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામે નિર્મમ હત્યા કરી અને સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. આ બાબતે સંતરામપુર પોલીસ મથકમાં મૃતક સોમાભાઈ ખાટના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સંતરામપુર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. મોંઢા ઉપર તીક્ષણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી અને મોત નીપજાવ્યું હોય તેવી વિગતો સામે આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી FSL ની મદદથી આ હત્યાના ગુનાને 24 કલાકમાં ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ હત્યાનું કારણ સામે આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પાણી વાળવા બાબતે થયેલ ઝઘડો તેમજ મૃતકની ડોટર ઇનલો ઉપર ખરાબ નજર રાખવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી અને આરોપી અરજણભાઈ ખાંટએ હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો
સમગ્ર બનાવની વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથક વિસ્તારમાં કાળીબેલ ગામે ચોળાફળિયા વિસ્તારમાં સોમાભાઈ ખાંટ નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મોંઢા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી અને હત્યા કરવામાં આવી હતી. સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સની મદદથી તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી ધરવામાં આવી હતી. 24 કલાકની અંદર જ પોલીસ દ્વારા મૃતક સોમાભાઈ ખાંટના હત્યારા અરજણભાઈ ખાંટને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ગણતરીના 24 કલાકમાં જ હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો
જૂની અદાવત રાખી અને હત્યા કરી હોય તેવી હાલ તો વિગતો સામે આવી છે. પહેલા પણ આરોપી અને મૃતક વચ્ચે ઝઘડા થયા હતા જેની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી. મૃતક સોમાભાઈ ખાંટની હત્યા કર્યા બાદ આરોપીએ મૃતકના મોબાઈલનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો જે મોબાઈલના અવશેષો પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. મૃતકની જે સાયકલ હતી તે પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી. મહીસાગર પોલીસ દ્વારા ગણતરીના 24 કલાકમાં જ હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
કરપીણ રીતે હત્યા કરવામાં આવી હતી
30 જાન્યુઆરીના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનના કાળીબેલ ગામે ચોળાફળી વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી જેમાં સવારે 7 વાગ્યાના પહેલાના સમયમાં સોમાભાઈ ખાંટ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ જોતા કરપીણ રીતે હત્યા કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું ચહેરા પર ગંભીર ઇજાના નિશાનો હતા સંતરામપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં તપાસ કરવામાં આવી હતી. અલગ-અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન સોર્સ તેમાં ટેકનિકલ સોર્સની મદદથી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામ લોકોની પૂછપરછ કરવામાં આવતા એફએસએલની પણ મદદ લેવામાં આવી અને સમગ્ર તપાસને અંતે 24 કલાકમાં આ ગુનાનો ભેદ ઉકેલ આવ્યો હતો.
ચાર દિવસ પહેલા તેમની વચ્ચે ઝઘડો થયો હતો
ઘટના એવી બની હતી કે પડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે અરજણભાઈ ખાંટ જે મુખ્ય આરોપી છે. ગુનાનો તેણે કોઈ તીક્ષણ હથિયાર કે જે ધાર્યું છે તેના વડે મોંઢા ઉપર મારી અને હત્યા કરી હતી આ માટેનું મુખ્ય કારણ એ હતું કે જૂની અદાવત હતી ત્રણ ચાર દિવસ પહેલા તેમની વચ્ચે ઝઘડો થયેલો હતો. બોરના પાણી બાબતે ઝઘડો થયો હતો. બીજું એક કારણ એ પણ હતું કે મરણ જનાર છે તેમના ડોટર ઇન લો છે તેમની ઉપર પણ આમની નજર ખરાબ હતી. જેના કારણે પણ અગાઉ ગાળા ગાળી થયેલી હતી. આ વસ્તુની અદાવત રાખી અને હત્યા કરવામાં આવી છે. પોલીસે અટકાયત કર્યા બાદ બધી વસ્તુઓની રિકવરી કરેલ છે. હથિયાર પણ મળી આવેલું છે. મરણ જનાર જે છે તે મોબાઈલ યુઝ કરતા હતા તે મોબાઈલ પણ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના અવશેષો પણ પોલીસે રિકવર કર્યા. મૃતકની ફેંકી દીધેલી સાયકલ પણ રિકવર કરાઈ છે.





















