Crime News: દાહોદમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, પ્રેમપ્રકરણમાં ખેલાયો ખુની ખેલ
Crime News: દાહોદના ગરબાડાના પાટીયાઝોલમાં કૌટુંબીક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી છે. 62 વર્ષીય આધેડની ભાઈએ જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ધારદાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે.
Crime News: દાહોદના ગરબાડાના પાટીયાઝોલમાં કૌટુંબીક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી છે. 62 વર્ષીય આધેડની ભાઈએ જ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ધારદાર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. પ્રેમસંબંધને પગલે આધેડની હત્યા કરાઈ હોવાની આશંકા છે. ગરબાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
11 શખ્સોએ પોલીસકર્મી પર કર્યો હુમલો
ગુજરાતમાં ખનન માફિયાની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે, સામાન્ય માણસ જ નહીં પણ હવે તો પોલીસની ટીમ પણ પણ હુમલો થવાની ઘટના ઘટી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગરમાં પેટ્રૉલિંગ પર ગયેલી પોલીસ ટીમ પર ખનન માફિયાઓએ એકાએક હુમલો કરી દેતા પોલીસકર્મી ઘાયલ થયા છે. આ પછી પોલીસે તમામની શોધખોળ શરૂ કરી દીધી છે.
માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનનાં જામવાડી ગામે પોલીસ ટીમ પર ઉપર હુમલો થયો છે. જ્યારે પોલીસકર્મી પેટ્રૉલિંગ ફરજ ઉપર હતો તે દરમિયાન જ ખનન માફિયાઓએ હુમલો કરી દીધો હતો. ખનન માફિયાઓ થાનના જામવાડી વિસ્તારમાંથી કાર્બોસેલની ટ્રક છોડાવીને ભાગી છૂટ્યા હતા, જોકે, બાદમાં પોલીસની ટીમ આ વિસ્તારમાં આ ખનીજ ચોરી પકડવા અને આવી ઘટનાને થતી અટકાવવા માટ પેટ્રૉલિંગમાં ગઇ હતી, તે સમયે જ 11 શખ્સોએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ શખ્સોએ પહેલા પોલીસકર્મીને માર માર્યો હતો, અને બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પોલીસ કર્મીએ થાન પોલીસ સ્ટેશનમાં ખનન માફિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
રાજકોટમાં 14 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ