શોધખોળ કરો

CRIME NEWS: રાજકોટ મહિલાએ પુરુષને જીવતો સળગાવી દીધો, જાણો સમગ્ર ઘટના

CRIME NEWS: રાજકોટ-મોરબી રોડ પર રહેતા પુરુષને મહિલાએ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેતા ખળભળાટ મચી ગયો છે. વાંકાનેર બાંઉન્ડરી પાસે આ વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

CRIME NEWS: રાજકોટ-મોરબી રોડ પર રહેતા પુરુષને મહિલાએ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેતા ખળભળાટ મચી ગયો છે. વાંકાનેર બાંઉન્ડરી પાસે આ વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા પુરૂષ સિવીલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજેશ રામાણી નામની વ્યક્તિને ગીતા નામની મહિલાએ સળગાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજેશ અને ગીતા બે મહિનાથી સાથે રહેતા હતા અને કડિયા કામ કરતા હતા. 10 દિવસ પહેલા ગીતા રાજેશના ઘરેથી રોકડા રૂપિયા અને સોનું લઇને ફરાર થઇ ગઇ હતી અને ગત રાત્રે  વાંકાનેર બાઉન્ડરી નજીક મળવા બોલાવ્યા હતા જ્યાં આ આગ લગાવવાની ઘટના બની હતી.

 સુરતમાં શાકમાં મિઠું વધુ પડી જતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

સુરત: ત્રિપલ તલાકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પતિએ શાકમાં મીઠું વધું પડતાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી.  પત્નીએ પતિને ફોન કરી ખબરઅંતર પૂછ્યા તો તેમણે ફોન પર કહ્યું, તલાક! તલાક! તલાક!

હવે આ મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના લગ્ન આંજણા ફાર્મમાં રહેતાં અનિશ મુસ્તાક શાહ સાથે થયા હતા. એક મહિના બાદ આ યુવતીને પતિનું અન્ય યુવતી સાથે અફેયર હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. એક વખત શાકમાં મીઠું વધુ પડી જતાં પતિ અને સાસરીયાઓ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દહેજનાં પાંચ લાખ રૂપિયા લાવે તો જ ઘરમાં લાવવાનું કહી પિયર મોકલી અપાઇ હતી.

તો બીજી તરફ ગત ડિસેમ્બર મહિનમાં પતિ અનિશની તબિયત ખરાબ હોવાનું જાણવા મળતાં યુવતીએ પાડોશીના ફોનથી પતિને ખબર અંતર પૂછવા કોલ કર્યો હતો.  ફોન ઉપર જ પોતાને તેડી જવાની વાત કહેતાં પતિએ આવેશમાં આવી તલાક! તલાક! તલાક! કહી છૂટાંછેડાં આપી દેતાં યુવતી હેબતાઈ ગઈ હતી. પોતાની સાથે થયેલાં અન્યાયને લઇને તેણે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોરબીમાં ફાયરિંગ

 મોરબીના હળવદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગની ઘટનામાં બંસીધર ઓઇલ મિલના મલિક લક્ષ્મણભાઇ વરૂનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લાઇસન્સ વાળી રીવોલ્વરની સફાઈ કરતી વખતે ફાયરિંગ થયું છે. ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક

સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, અહીં ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ તલવાર વડે ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો. નજીવી બાબતે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુરતના વેબ રોડ પર નજીવી બાબતે હુમલાખોરો ઘરમાં ઘૂસ્યા અને તલવાર અને અન્ય ઘાતક હથિયાર વડે ઘરમાં મોજૂદ ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. હુમલો એટલો ખતરનાક હતો કે, પીડિતનું આખા ઘરની ટાઇલ્સ લોહી લુહાણ થઇ ગઇ હતી. ઘરના સમગ્ર દ્રશ્યો જોયા બાદ કહી શકાય કે, હત્યાના ઇરાદાથી જ આવ્યાં હતા. 

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Embed widget