Shraddha Murder Case: ' શ્રદ્ધાના ટૂકડા ફ્રિજમાં હતા તેનો કોઇ અંદાજ નહોતો, બે વખત ફ્લેટમાં ગઇ, આફતાબની નવી ગર્લફ્રેન્ડે ક્યો ખુલાસો
દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસને લઈને દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે
Shraddha Murder Case: દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસને લઈને દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલિગ્રાફ ટેસ્ટ બાદ આરોપી આફતાબે કબૂલાત કરી છે કે તેણે હત્યાને અંજામ આપ્યો હતો અને શ્રદ્ધાના અનેક ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. હવે આ કેસમાં યુવતીનું નિવેદન સામે આવ્યું છે, જેને શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ તેના ફ્લેટમાં લાવ્યો હતો. આફતાબે શ્રદ્ધાના ટુકડા ફ્રીજમાં રાખ્યા હતા ત્યારે આ યુવતી ફ્લેટ પર આવી હતી. આ યુવતીએ પોલીસને કહ્યું હતું કે તેને બિલકુલ ખ્યાલ નહોતો કે કોઈની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા આ ફ્લેટમાં રાખવામાં આવ્યા છે.
Shraddha murder case: "Had no inkling of body parts kept in house," Aaftab's 'new girlfriend'
— ANI Digital (@ani_digital) November 30, 2022
Read @ANI Story | https://t.co/B508ZpNUSF#ShraddhaWalkar #Shraddhamurdercase #AaftabAminPoonawala #AaftabPoonawalla pic.twitter.com/JiUNGAcTvw
આ યુવતીએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે આફતાબે તેને 12 ઓક્ટોબરે એક વીંટી ભેટમાં આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીંટી શ્રદ્ધાની હતી, જે આરોપી આફતાબે તેની હત્યા બાદ તેના અન્ય મિત્રને ભેટમાં આપી હતી. આ યુવતી વ્યવસાયે ડોક્ટર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું હતું કે તે ઓક્ટોબરમાં બે વખત આફતાબના ફ્લેટ પર ગઈ હતી. તે સમયે તેને ખ્યાલ નહોતો કે જે જ્યાં જઇ રહી છે ત્યાં એક છોકરીની હત્યા કરીને તેના ટુકડાઓ રાખવામાં આવ્યા છે. આ યુવતીએ જણાવ્યું હતું કે આફતાબ ખૂબ જ સામાન્ય વર્તન કરતો હતો, તેને ક્યારેય ડર લાગતો નહોતો. તેણે પોતાના મુંબઈના ઘર વિશે પણ માહિતી આપી હતી. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. પોલીસનું કહેવું છે કે આફતાબ અલગ-અલગ ડેટિંગ સાઈટ પર એક્ટિવ હતો અને લગભગ 10થી 15 યુવતીઓ સાથે તેના સંબંધો હતા.
આફતાબની ગર્લફ્રેન્ડે પોલીસને જણાવ્યું કે આફતાબ પાસે પરફ્યુમ અને ડીયોડ્રેટનું સારું કલેક્શન હતું. તેણે તેણીને ઘણી વખત ભેટ પણ આપી છે. તેણે જણાવ્યું કે આફતાબને સિગરેટની લત હતી અને ઘણી વખત તે પોતાની સિગરેટને રોલ કરીને બનાવતો હતો. હાલમાં આ યુવતી માનસિક રીતે ખૂબ જ પરેશાન છે, જ્યારે તેને ખબર પડી કે આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કરી દીધા છે તો તે ખૂબ જ ચોંકી ગઈ હતી, ત્યારથી તેનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે.