બ્રેઈનવોશ કરીને ધર્માંતરણ કરાવવાના આરોપમાં ક્રાઈસ્ટ સ્કૂલના સંચાલક સહીત 6 લોકોની ધરપકડ
Brainwashing and Conversion : અહીં લોકોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું કે તમે 'ઈસુ'ના આશ્રયમાં આવો તો તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જશે. હિંદુ ધર્મ છોડીને ઈસાઈ બનવાથી તેમની ગરીબી પણ દૂર થઈ જશે.
Bhopal, Madhya pradesh : મધ્યપ્રદેશના ભોપાલમાં લોકોને કથિત રીતે ધર્મ પરિવર્તન (Conversion) કરાવવાની લાલચ આપવાનો મામલો સામે આવ્યો છે. બૈરાગઢની ક્રાઈસ્ટ મેમોરિયલ સ્કૂલ (Christ Memorial School)માં હિન્દુ યુવક-યુવતીઓને લાલચ આપીને ધર્મ પરિવર્તન (Conversion) કરાવવામાં આવી રહ્યું હતું. આ અંગેની ફરિયાદ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કૂલ સંચાલક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી.
સ્થળ પર હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીં લોકોનું બ્રેઈનવોશ (Brainwashing) કરવામાં આવી રહ્યું હતું કે તમે 'ઈસુ'ના આશ્રયમાં આવો તો તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જશે. તેમને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે હિંદુ ધર્મ છોડીને ઈસાઈ બનવાથી તેમની ગરીબી પણ દૂર થઈ જશે.
શું કહ્યું MPના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ?
આ ઘટના બાદ મધ્યપ્રદેશ (Madhya pradesh)ના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Narottam Mishra)એ કહ્યું કે પોલીસ શાળાઓમાં ધર્માંતરણ (Conversion)ની ગતિવિધિ પર નજર રાખશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બૈરાગઢના સ્થાનિક રહેવાસી મહેન્દ્ર ઉર્ફે વિકી નાથે બપોરે ક્રાઈસ્ટ મેમોરિયલ સ્કૂલમાં ધર્મ પરિવર્તનની ફરિયાદ કરી હતી.
શું કાર્યવાહી કરવામાં આવી?
ફરિયાદ મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી અને મોટી સંખ્યામાં હિંદુ છોકરા-છોકરીઓ જીસસની પ્રાર્થના કરતા જોવા મળ્યા. અહીં એક આરોપી રાજેશ માલવિયા કથિત રીતે તેની 23 વર્ષની પુત્રી સાથે લોકોને હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કહેતો હતો. આ કેસમાં મધ્યપ્રદેશ ધર્મ પરિવર્તન અધિનિયમની કલમ 3/5 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ ઈન્ટેલિજન્સને શું સૂચના આપવામાં આવી છે?
આ ઘટના પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા, રાજ્ય સરકારના પ્રવક્તા અને ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા (Narottam Mishra)એ સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશની મિશનરી શાળાઓમાં ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી છે કે કેમ તેના પર દેખરેખ રાખવા માટે પોલીસ ઈન્ટેલિજન્સને સૂચના આપવામાં આવી છે.