શોધખોળ કરો

કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ આપ્યો ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, સ્ટુડન્ટ વિઝામાં કર્યો ઘટાડો

કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે

કેનબેરાઃ કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે 2025માં પોતાને ત્યાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે. ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેયરે જણાવ્યું હતું કે આ શ્રેણીમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો તેમજ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન સરકારના આ પગલાની વિદેશ જવાની આશા રાખતા વિદ્યાર્થીઓ પર મોટી અસર થવા જઈ રહી છે.

ઇમિગ્રેશન અંગે મતદારો નારાજ

શિક્ષણ પ્રધાન જેસન ક્લેયરે કહ્યું કે હાલમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં કોરોના મહામારી અગાઉની તુલનામાં લગભગ 10 ટકા વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. ખાનગી વ્યાવસાયિક અને તાલીમ સંસ્થાઓમાં આ સંખ્યા 50 ટકા વધુ છે. તાજેતરના સર્વેક્ષણોએ દર્શાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના મતદારોએ ઇમિગ્રેશન વિશે ચિંતા વ્યક્ત કરી છે, જે એક વર્ષથી ઓછા સમયમાં ચૂંટણીને અસર કરી શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય શિક્ષણ 2022-23માં અર્થતંત્રમાં 36.4 ઓસ્ટ્રેલિયન બિલિયન ડોલરનું યોગદાન આપવાનો અંદાજ હતો.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારત સૌથી મોટા સ્ત્રોતોમાંનું એક રહ્યું છે. જો કે, 2024 માં ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં નોંધણી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે, જે વધતા ખર્ચ, રહેઠાણનો પડકાર અને અન્ય દેશોની વધતી સ્પર્ધા જેવા પરિબળોને કારણે છે. સ્ટુડન્ટ એનરોલમેન્ટ પરની નવી સીમા આમાં વધુ વધારો કરી શકે છે, જે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો ઉભા કરી શકે છે.

પંજાબના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે

ઑસ્ટ્રેલિયાના માઇગ્રેશન એજન્ટ્સ રજિસ્ટ્રેશન ઑથોરિટીના સભ્ય સુનિલ જગ્ગીએ એનડીટીવીને જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લગતા નવો નિર્ણય તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે છે. હવે યુનિવર્સિટીઓ દેશ અને પછી રાજ્ય પ્રમાણે ક્વોટાનું વિતરણ કરશે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં એડમિશન લેવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ જાહેરાતની અસર થશે. પંજાબના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે. એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત સરકારે વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ ઓસ્ટ્રેલિયાની સરકાર સમક્ષ રજૂ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન શિક્ષણ મંત્રીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

5 વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા

ઓસ્ટ્રેલિયા સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વર્ષોથી વધઘટ જોવા મળી છે. 2019માં ઓસ્ટ્રેલિયામાં 115,107 ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા હતા. આ આંકડો 2020 માં થોડો ઘટીને 114,842 થયો અને 2021માં ઘટીને 99,227 થયો છે. વર્ષ 2022માં પણ કોઈ ખાસ વધારો થયો ન હતો અને આ સંખ્યા 99,374 પર સ્થિર રહી હતી. વર્ષ 2023માં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી, જે 126,487 પર પહોંચી હતી. જોકે, 2024માં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે, 118,109 વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ

બાયોડેટા તૈયાર રાખજો, દુનિયાની સૌથી મોટી કંપની આપશે છ લાખ નોકરીઓ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ!Hun To Bolish : હું તો બોલીશ : વકફના વિવાદનું સત્ય શું?Ahmedabad Hit and Run: અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, Audio ViralAhmedabad News: અમદાવાદ મનપાની બેદરકારી, પાણી વગરના ફૂવારામાં મરી ગઈ માછલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
Embed widget