શોધખોળ કરો

CBSE Class 12 Result Rechecking: આન્સર શીટની રી-ચેકિંગ પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે અને કેવી રીતે કરી શકો છો અરજી

Class 12 Result Rechecking: CBSEના 12મા ધોરણના વિદ્યાર્થીઓને 2026ના પરિણામો પછી મહત્વપૂર્ણ અને આશ્વાસન આપનારા સમાચાર મળ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CBSE 12મા ધોરણના પરિણામો પછી ઉત્તરવહીઓની સમીક્ષાની સુવિધા આપી રહ્યું છે.
  • વિદ્યાર્થીઓ 19-22 મે દરમિયાન ઉત્તરવહીની નકલ માટે અરજી કરી શકશે.
  • 26-29 મે દરમિયાન ગુણ પુનઃમૂલ્યાંકન અને સુધારણા માટે અરજી થશે.
  • આ પ્રક્રિયા પારદર્શિતા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો માટે છે.

Class 12 Result Rechecking: CBSEના 12મા ધોરણના વિદ્યાર્થીઓને 2026ના પરિણામો પછી મહત્વપૂર્ણ અને આશ્વાસન આપનારા સમાચાર મળ્યા છે. જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી અસંતુષ્ટ છે અથવા તેમની ઉત્તરવહીમાં ભૂલની શંકા છે તેઓ હવે તેમની ઉત્તરવહીઓની સમીક્ષા કરી શકે છે. CBSE એ પરિણામ પછીની પ્રક્રિયા શરૂ કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાના ગુણની સમીક્ષા કરી શકે છે અને જો જરૂરી હોય તો સુધારા કરી શકે છે. રિઝલ્ટ આવ્યાના થોડા દિવસો પછી આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને અસુવિધા ઓછી થાય અને પારદર્શિતા જળવાઈ રહે. બોર્ડે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં યોગ્ય નિર્ણય લેવાનો છે. 

CBSE એ જણાવ્યું હતું કે ભૂલો થઈ શકે છે, પરંતુ તે સુધારવામાં આવશે.

CBSEના કન્ટ્રોલ ઓફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે બોર્ડ સંપૂર્ણ પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કાર્ય કરે છે. તેમણે જણાવ્યું હતું કે આશરે 1.25 કરોડ ઉત્તરવહીઓ તપાસવામાં આવે છે, તેથી ભૂલો થવાની શક્યતા રહે છે. જો કે, જો કોઈ ભૂલો મળી આવે છે તો તેને તાત્કાલિક સુધારવામાં આવે છે. CBSEનું માનવું છે કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સમીક્ષા કરવા અને કોઈપણ ખોટા માર્કિંગને સુધારવા માટે પૂરતી તક આપવી જોઈએ. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેવી રીતે અરજી કરવી

સત્તાવાર પોર્ટલની મુલાકાત લો. સૌપ્રથમ CBSEની સત્તાવાર વેબસાઇટ, cbse.gov.in ની મુલાકાત લો. હોમપેજ પર મુખ્ય જાહેરાત વિભાગમાં "Post Result Services 2026" અથવા "Apply for Photocopy/Verification" લિંક પર ક્લિક કરો. તમે સીધા જ સત્તાવાર રિચેકિંગ પોર્ટલ, cbseit.in પર પણ જઈ શકો છો.

સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે

આ વખતે CBSE એ સમગ્ર પ્રક્રિયાને બે તબક્કામાં વિભાજીત કરી છે. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ તેમની રિક્વેક કરેલી ઉત્તરવહીઓની નકલ માટે અરજી કરી શકે છે. આ વિન્ડો 19 મેના રોજ ખુલશે અને 22 મે સુધી ચાલુ રહેશે. આ પછી વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલ આપવામાં આવશે, જેની તેઓ કાળજીપૂર્વક સમીક્ષા કરી શકે છે. વિદ્યાર્થીઓ માર્કિંગ સ્કીમ સામે દરેક જવાબ ચકાસી શકે છે અને તેમને મળેલી કોઈપણ ભૂલો નોંધી શકે છે.

આ પણ વાંચોઃ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર

માર્ક્સ રિવ્યૂ અને સુધારણા કરવાની છેલ્લી તક

બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ તેમના ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે અરજી કરી શકે છે. આ વિન્ડો 26 મે થી 29 મે સુધી ખુલ્લી રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને લાગે છે કે તેમની ઉત્તરવહીમાં ભૂલ છે, તો તેઓ વાંધો નોંધાવી શકે છે. CBSE એ જણાવ્યું છે કે જો નિષ્ણાતોની ટીમ દ્વારા કોઈ ભૂલની પુષ્ટી થાય છે, તો તેને તાત્કાલિક સુધારી લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓને ન્યાય આપવા અને તેમની મહેનતનું ખરેખર મૂલ્ય થાય તે સુનિશ્ચિત કરવા માટે છે. આનાથી વિદ્યાર્થીઓને રાહત તો મળશે જ, પરંતુ બોર્ડમાં તેમનો વિશ્વાસ પણ મજબૂત થશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

CBSE 12મા ધોરણના પરિણામો પછી વિદ્યાર્થીઓ માટે શું સુવિધા ઉપલબ્ધ છે?

CBSE 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી અસંતુષ્ટ છે તેઓ પોતાની ઉત્તરવહીઓની સમીક્ષા કરી શકે છે અને જરૂર પડે તો તેમાં સુધારા કરાવી શકે છે.

ઉત્તરવહીની સમીક્ષા માટે કેવી રીતે અરજી કરવી?

વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અથવા રિચેકિંગ પોર્ટલ cbseit.in પર જઈને પોસ્ટ રિઝલ્ટ સર્વિસિસ માટે અરજી કરી શકે છે.

ઉત્તરવહીની સમીક્ષા પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે?

સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: પ્રથમ તબક્કામાં ઉત્તરવહીની નકલ મેળવવા અને બીજા તબક્કામાં ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે અરજી કરવાની રહેશે.

ઉત્તરવહીની નકલ મેળવવા માટેની અરજી ક્યારે કરી શકાય?

ઉત્તરવહીની નકલ માટે અરજી કરવાની વિન્ડો 19 મેથી 22 મે સુધી ખુલ્લી રહેશે, ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કેન કરેલી નકલ મળશે.

ગુણના પુનઃમૂલ્યાંકન અને સુધારણા માટે અરજી ક્યારે કરી શકાય?

ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટેની અરજી 26 મેથી 29 મે સુધી કરી શકાશે, જેમાં ભૂલ જણાય તો વાંધો નોંધાવી શકાશે.

ટોપ સ્ટોરી

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Embed widget