IIMA ના સમર પ્લેસમેન્ટમાં કેટલા વિદ્યાર્થીઓનું થયું સિલેકશન ? કઈ કંપનીએ કર્યુ સૌથી વધુ પ્લેસમેન્ટ
IIM(A) Summer Placement: આઈઆઈએમ અમદાવાદ દ્વારા દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં સમર પ્લેસમેન્ટ પ્રક્રિયા કરવામા આવે છે. આ વર્ષે પણ સમર પ્લેસમેન્ટ પ્રક્રિયા ઓનલાઈન જ કરવામા આવી હતી.
IIM(A) Summer Placement: આઈઆઈએમ અમદાવાદ દ્વારા પીજીપી એમબીએની 2021-23ની બેચનુ સમર ઈન્ટ્રનશિપ પ્લેસમેન્ટ પૂર્ણ કરવામા આવ્યુ છે.આ પ્લેસમેન્ટમાં 389 વિદ્યાર્થીઓનું સિલેકશન થયુ છે અને આ વર્ષે 100 ટકા પ્લેસમેન્ટ થયુ છે.
અમદાવાદ આઈઆઈએમ દ્વારા ક્યારે કરાય છે સમર પ્લેસમેન્ટની પ્રક્રિયા
પીજીપી એમબીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ એપ્રિલથી જુન સુધી વિવિધ કંપનીઓમાં સમર ઈન્ટર્નશિપ કરતા હોય છે અને જે માટે આઈઆઈએમ અમદાવાદ દ્વારા દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં સમર પ્લેસમેન્ટ પ્રક્રિયા કરવામા આવે છે. આ વર્ષે પણ સમર પ્લેસમેન્ટ પ્રક્રિયા ઓનલાઈન જ કરવામા આવી હતી.
આ વર્ષે કુલ કેટલી કંપનીઓએ ભાગ લીધો
ત્રણ ક્લસ્ટરમાં થયેલી પ્રક્રિયામાં પ્રથમ કલસ્ટરમાં 207, બીજામાં 130 અને ત્રીજામાં 52 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયુ છે.આ વર્ષે નવી 53 કંપનીઓ સાથે કુલ 161 કંપનીઓએ ભાગ લીધો હતો. જુદી જુદી 219 પોસ્ટ માટે એમબીએના વિદ્યાર્થીઓનુ સમર પ્લેસમેન્ટ થયુ છે. આ વર્ષે સમર પ્લેસમેન્ટમાં 120 વિદ્યાર્થીઓને 220 ડ્રીમ એપ્લિકેશનનો લાભ મળ્યો હતો.
કયા સેક્ટરમાં કેટલું થયું પ્લેસમેન્ટ
સેકટર વાઈઝ પ્લેસમેન્ટમાં કન્સલ્ટિંગ સેકટરમાં 162, ફાઈનાન્સિયલ સર્વિસીસ સેકટરમાં 72, માર્કેટિંગમાં 62, જનરલ મેનેજમેન્ટ સેકટરમાં 32, પ્રોડકટ મેનેજમેન્ટમાં 37 અને અન્ય સેકટરની કંપનીઓમાં 24 વિદ્યાર્થીઓનું સિલેકશન થયુ છે. સૌથી વધુ 42 ટકા પ્લેસમેન્ટ કન્સલ્ટિંગ કંપનીઓમાં થયુ છે. અમેરિકાના બોસ્ટન કન્લસ્ટિંગ ગ્રુપ દ્વારા સૌથી વધુ 26 વિદ્યાર્થીઓનું એક સાથે પ્લેસમેન્ટ કરવામા આવ્યુ હતું.
આ પણ વાંચોઃ EPFO Umang App: ઘરે બેઠા મળી જશે PFનાં પૈસા, જાણો કેવી રીતે કરવાની હોય છે અરજી
અટલ પેન્શન યોજના અંતર્ગત ગુજરાતમાં દર વર્ષે કેટલા લાખ ખાતા ખોલવા બેંકોને અપાઈ સૂચના, જાણો વિગત
Upcoming EVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 15 લાખથી ઓછી કિંમતના આ EVs
બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
Education Loan Information:
Calculate Education Loan EMI