શોધખોળ કરો
Advertisement
વેબ સીરિઝ ‘આર્યા’નું ટ્રેલર લૉન્ચ, પાંચ વર્ષ બાદ સ્ક્રીન પર જોવા મળ્યો સુષ્મિતા સેનનો દમદાર અંદાજ
સુષ્મિતા સેન એક્ટિંગમાં કમબેકને લઈને ખૂબજ ઉત્સાહિત છે. સુષ્મિતાએ પાંચ વર્ષ કરતા પણ વધુ સમય બાદ એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો છે.
મુંબઈ: એક્ટ્રેસ સુષ્મિતા સેનની ડેબ્યૂ વેબ સીરીઝ ‘આર્યા’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલરમાં એક્ટ્રેસ ખૂબજ સ્ટ્રોંગ અને પાવરફૂલ નજર આવી રહી છે. સુષ્મિતાએ પાંચ વર્ષ કરતા પણ વધુ સમય બાદ એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો છે.
આ સીરિઝમાં તે આર્યા નામની એક મહિલાની ભૂમિકા ભજવી રહી છે. તે ત્રણ બાળકોની માતા છે અને એક બિઝનેસમેનની પત્ની છે. સીરિઝમાં સુષ્મિતાના પતિની ભૂમિકામાં ચંદ્રચૂર સિંહ ભજવી રહ્યાં છે
ફિલ્મ નીરજાના ડાયરેક્ટર રામ માધવાનીએ આ વેબ સીરિઝને ડાયરેક્ટ કરી છે. ટ્રેલર જોઈને લાગે છે કે, વેબ સીરિઝમાં અનેક ઈન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે. સીરિઝમાં સુષ્મિતા અને ચંદ્રચૂર સિંહ સિવાય સિંકદર ખેર, એલેક્સ ઓનેલ, નમિત દાસ, મનીષ ચૌધરી, વિર્તી વઘાની અને વિરેન વાજિરાની છે.
સુષ્મિતા સેન એક્ટિંગમાં કમબેકને લઈને ખૂબજ ઉત્સાહિત છે. તેમણે વેબ સીરિઝને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ શેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement