શોધખોળ કરો
અભિનેત્રી કાજોલની પ્રથમ શોર્ટ ફિલ્મ 'દેવી'નું ટ્રેલર થયું રિલીઝ
ગત મહિને મલ્ટી સ્ટારર શોર્ટ ફિલ્મ દેવીની જાહેરાત કરવામાં આવી હતી. કાજોલની આ શોર્ટ ફિલ્મ 2 માર્ચે રિલીઝ થવાની છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કાલોજની અપકમિંગ શોર્ટ ફિલ્મ 'દેવી'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. એક મિનિટ કરતાં પણ ઓછા સમયનું આ ટ્રેલર એ વિચારવા મજબૂર કરે છે કે આખરે કેમ આ તમામ મહિલાઓ એક રૂમમાં રહે છે. ગત મહિને મલ્ટી સ્ટારર શોર્ટ ફિલ્મ દેવીની જાહેરાત કરવામાં આવી હતી. કાજોલની આ શોર્ટ ફિલ્મ 2 માર્ચે રિલીઝ થવાની છે. કાજોલ તથા શ્રુતિ હસનની આ પ્રથમ શોર્ટ ફિલ્મ છે. દેવી ઉપ્તીડન મહિલાઓની કહાની છે. જે સમાજના અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે. એક નાની રૂમમાં રહે છે. તેમને પોતાના દર્દની વાત કરવામાં મુશ્કેલની સામનો કરવો પડે છે. આ નવ મહિલાઓ પોતાના જીવનમાં ઘણું બધું સહન કરી ચૂકી હોય છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે નવ મહિલાઓ એક જ રૂમમાં બંધ છે અને તેઓ ભારતના અલગ-અલગ રાજ્યમાંથી આવે છે. તેઓ એકબીજા સાથે ઝઘડો કરે છે. કાજોલ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે છે અને તે મધ્યસ્થી તરીકે જોવા મળે છે. શોર્ટ ફિલ્મમાં કાજોલ ઉપરાંત નેહા ધૂપિયા, શ્રુતિ હસન, નીના કુલકર્ણી, મુક્તા બાર્વે, સંધ્યા મ્હાત્રે, રમા જોષી, શિવાની રઘુવંશી તથા યશસ્વીની દયામા જોવા મળે છે. આ ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે.
વધુ વાંચો



















