શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં સની લિયોનીએ પતિ સાથે લીધું રોમાંટિક ડિનર, સામે આવી તસવીર
સનીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ ડેનિયલ સાથે પોતાની તસવીર શેર કરી છે. જેમાં તે રેડ વાઈનનો આનંદ ઉઠાવી રહી છે.
મુંબઈઃ કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ રહીને સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસ સની લિયોનીએ પતિ ડેનિયલ વેબર સાથે ઘરના ડાઈનિંગ રૂમમાં નાઈટ ડેટનો આનંદ લીધો હતો.
સનીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ ડેનિયલ સાથે પોતાની તસવીર શેર કરી છે. જેમાં તે રેડ વાઈનનો આનંદ ઉઠાવી રહી છે. તસવીર શેર કરીને કેપ્શનમાં સનીએ લખ્યું, "ડેનિયલ સાથે ડેટ નાઈટ, ઘરના ડાયનિંગ રૂમમાં."
એક્ટ્રેસે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે હાઇકટ લિયોટાર્ડ પહેરેલી નજરે પડી હતી. સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને ફેન્સ સાથે અવનવી બાબતો શેર કરતી રહે છે.
સનીનું વાસ્તવિક નામ કરનજીત કૌર છે. તેણે 2011માં ડેનિયલ સાથે લગ્ન કર્યા હતા. 2017મા દંપત્તિએ પ્રથમ બાળક નિશાને મહારાષ્ટ્રના લાતૂરથી દત્તક લીધું હતું. જ્યારે 2018માં તેણે સરોગેસીથી જોડિયા બાળકો નોહ અને અશરનો જન્મ થયો હોવાની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement