શોધખોળ કરો
બોલિવૂડમાં #MeTooની શરૂઆત કરનાર આ એક્ટ્રેસ છોડી રહી છે દેશ, જાણો શું કહ્યું....
1/4

તનુશ્રીએ જણાવ્યું કે મને આશા છે કે એક દિવસ તેને ન્યાય જરૂર મળશે. હું વગર કોઇ કાર્યવાહી અને ન્યાય વગર દસ વર્ષ રહી છું. હું ભારતમાં રહું કે ના રહું તેનાથી કાયદાની પ્રક્રિયાને અસર નહીં થાય. મારા રહેવાથી જો ફરક પડતો હોય તો કાયદાની પ્રક્રિયાનો કોઇ મતલબ નથી.
2/4

#MeToo કેમ્પઇન અંગે વાત કરતાં તનુશ્રીએ જણાવ્યું કે હું એ નથી વિચારતી કે મુદ્દો ચર્ચામાં છે કે હવે ઠંડો પડી ગયો છે. આવી વસ્તુઓ એક ક્રાંતિ જેવી હોય છે. આ મુવમેન્ટની અસર એ થઇ કે ખરાબ વર્તન કરનારા લોકો ચેતી ગયા છે, તેઓ સમજી ગયા છે કે કોઇપણ ખરાબ કામ કર્યા બાદ તેઓ બચી નહીં શકે. એ સમય ખરેખર હેરાન કરનારો હતો જ્યારે મહિલાઓ ખુલીને સામે આવી અને પોતાના અનુભવો જણાવી રહી હતી.
Published at : 17 Dec 2018 07:14 AM (IST)
Tags :
Tanushree DuttaView More





















