શોધખોળ કરો
Laxmi Bomb ફર્સ્ટલુકમાં ‘ટ્રાન્સજેન્ડર’ બન્યો અક્ષય કુમાર, ફેન્સે આપ્યા આવા રિએક્શન
આ ભૂમિકાને લઈને અક્ષયનું કહેવું છે કે આ એક એવી ભુમિકા છે જેને લઈને તે ખુબજ ઉત્સાહિત છે અને નર્વસ પણ. તેમણે કહ્યું કમ્ફર્ટ ઝોનની બહાર જ જિંદગીની શરૂઆત થાય છે.

મુંબઈ: અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બનો ફર્સ્ટ લુક જાહેર થઈ ગયો છે. જેમાં અક્ષય કુમાર એક ટ્રાન્સજેન્ડર લુકમાં નજર આવી રહ્યો છે. આ તસવીરમાં અક્ષય કુમાર મા દુર્ગાની પ્રતિમાની આગળ ઉભેલો નજર આવી રહ્યો છે. આ રોલને લઈને અક્ષયનું કહેવું છે કે આ એક એવી ભૂમિકા છે જેને લઈને તે ખુબજ ઉત્સાહિત છે અને નર્વસ પણ. તેમણે કહ્યું કમ્ફર્ટ ઝોનની બહાર જ જિંદગીની શરૂઆત થાય છે. પોસ્ટર શેર કરતાં અક્ષયે લખ્યું કે, નવરાત્રીનો સંબંધ આપણી અંદર રહેલી શક્તિ અને આપણી અપાર ક્ષમતાઓનો ઉત્સવ મનાવવાની છે. આ પવિત્ર અવસરે હું લક્ષ્મી તરીકે મારો ફર્સ્ટ લુક શેર કરી રહ્યો છુ. એક એવી ભૂમિકા છે જેના માટે હું ઉત્સાહિત છુ અને નર્વસ પણ…પરંતુ જીવન ત્યાં શરૂ થાય છે જ્યાં તમારી આરામદાયક જિંદગી પૂરી થાય છે.
અક્ષયના આ લુક પર ફેન્સના રિએક્શન પણ સામે આવી રહ્યાં છે. કેટલાક ફેન્સ તેમના લુકને લઈ પોઝિટિવ રિએક્ટ કરી રહ્યાં છે તો કેટલાક અક્ષયને ટ્રોલ પણ કરી રહ્યાં છે. એક યૂઝરે કોમેન્ટ કરી કે આ કરવા માટે ઘણી હિમ્મતની જરૂર છે. જ્યારે બીજા યૂઝરે લખ્યું કે હવે બસ એજ બાકી હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે એક્ટ્રેસ કિયારા અડવાણી પણ નજર આવશે. આ ફિલ્મ આગામી વર્ષે 5 જૂનો રિલિઝ થશે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
અમદાવાદ
ઓટો





















