અક્ષય ફિલ્મો ઉપરાંત હવે આ પ્લેટફોર્મ પર પણ મચાવશે ધમાલ, જાણો વિગતે
બી પાર્કને ગીત ગાવાની તક અક્ષય કુમારે જ તેની ફિલ્મ કેસરીમાં આપી હતી. આ ફિલ્મનું તેરી મિટ્ટી બહુ લોકપ્રિય થયું હતું. હાલમાં જ બચ્ચન પાંડેમાં પણ બી પાર્કે એક ગીત ગાયું છે.
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ફિલ્મો અને વેબ સીરીઝ ઉપરાંત હવે ફરી એકવાર મ્યૂઝિક વીડિયોમાં જોવા મળશે. આ માટે તેને તૈયારીઓ કરી લીધી છે. રિપોર્ટ છે કે અક્ષય અને બી પાર્કની જોડી ફરી એકવાર સાથે ચમકશે. અક્ષય અને બી પાર્કની જોડીએ બે હિટ મ્યૂઝિક વીડિયો સાથે કર્યા છે. ફિલહાલ અને ફિલહાલ ટુ ગીતોને દર્શકોને ખુબ પસંદ આવ્યા છે. હવે આ જોડી ફરી એકવાર ત્રીજુ ગીત ગાવા માટે તૈયાર છે.
એક રિપોર્ટના અનુસાર, છેલ્લા થોડા અઠવાડિયામાં અક્ષય કુમાર અને બી પાર્કે વારંવાર મુલાકાત કરી હતી. તેમણે ફરી એક ગીત સાથે ગાવાનો નિર્ણય કર્યો છે. જે ફિલહાલ અને ફિલહાલ ટુ ગીત લઇને આવ્યા હતા તે જ ટીમ એકય્યૂઝિક વીડિયોની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. આ એક ભાવનાશીલ ગીત બનશે, જોકે આ ગીતમાં નૂપુર જોવા મળશે કે નહીં તેની કોઇ જાણકારી નથી.
બી પાર્કને ગીત ગાવાની તક અક્ષય કુમારે જ તેની ફિલ્મ કેસરીમાં આપી હતી. આ ફિલ્મનું તેરી મિટ્ટી બહુ લોકપ્રિય થયું હતું. હાલમાં જ બચ્ચન પાંડેમાં પણ બી પાર્કે એક ગીત ગાયું છે.
આ પણ વાંચો.......
ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ
આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ
શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો