પોલીસ અરમાન કોહલીના ઘરે પણ ગઈ હતી જોકે, અરમાન તે સમયે ઘર પર હાજર નહોતો. અરમાન કોહલીનું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે પણ અફેર રહી ચૂક્યું છે. આ સાથે જ તે તનીષા મુખર્જીનો પણ બોયફ્રેન્ડ રહી ચૂક્યો છે. નોંધનીય છે કે નીરુ એક ફેશન ડિઝાઈનર છે અને લંડનની રહેવાસી છે.
2/5
નીરુના જણાવ્યાનુસાર આ પહેલા પણ અરમાને તેની પર હાથ ઉપાડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે,’ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં પણ તેણે મારા પર હાથ ઉપાડ્યો હતો. હું આ રિલેશનશીપમાં આવીને મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું. મારા માટે આ એક ભૂલ હતી. મારા ફેમિલી દ્વારા પણ તેને અનેકવાર ચેતવણી અપાઈ હતી.
3/5
નીરુએ જણાવ્યું હતું કે, હું ગોવામાં આવેલા અરમાનના બંગલાની દેખભાળ રાખું છું. જ્યારે તેનું ભાડું આવે છે ત્યારે તેનું ભાડું વિલા સ્ટાફને આપવામાં આવે છે. આ પછી સ્ટાફ અમને આપે છે. જ્યારે અરમાને ભાડાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું કે હું ભાડું ટ્રાન્સફર કરાવી આપીશ. આ બાબતે તે ગુસ્સે થઈ ગયો હતો. તે ઉગ્ર થઈ ગયો હતો અને હું કશું જ સમજું એ પહેલા મારા વાળ પકડીને ભીંત સાથે માથું ભટકાવ્યું હતું. હું તેને કરગરતી રહી કે હું પોલીસ પાસે નહીં જાવ અને મને હોસ્પિટલ જવા દે પરંતુ તે માન્યો જ નહીં.
4/5
સ્પોટબોયમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મીનૂએ રવિવારે રાત્રે સાંતા ક્રૂઝ (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં અરમાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેની વિરૂદ્ધ આઈપીસી સેક્શન 326 અંતર્ગત કેસ નોંધ્યો છે. આ મામલે અરમાનને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. રવિવારે પોલીસે તેના ઘરે જઈને પૂછપરછ પણ કરી હતી, પરંતુ અરમાન ત્યાં હાજર ન હતો.
5/5
નવી દિલ્હીઃ એક્ટર અરમાન કોહલીએ પોતાની ગર્લફ્રેન્ડ મીનૂ રંધાવાની સાથે મારપીટ કરી છે. તેને કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. કહેવાય છે કે અરમાને આ બધુ ગુસ્સામાં આવીને કર્યું છે.