આપને જણાવી દઇએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર 'હોર્ન ઓકે પ્લીઝ'ની શૂટિંગ દરમિયાન યૌન શોષણ કર્યાનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રીનો આરોપ હતો કે નાનાએ ફિલ્મનાં કોરિયોગ્રાફર સાથે ડાન્સમાં કંઇક એવાં સ્ટેપ્સ જોડવા કહ્યું જેનાથી તે તેને અડી શકે. જોકે જ્યારે નાનાને આ વિશે સવાલ કરવામાં આવ્યાં તો તેમણે તે તમામ આરોપો નકારી કાઢ્યા છે.
2/3
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં અસરાનીએ કહ્યું કે, 'હું મહિલાઓનું સમર્થન કરુ છું. તમામે કરવું જોઇએ પણ આ બધુજ માત્ર એક પબ્લિસિટી, ફિલ્મ પ્રમોશનનો ભાગ છે. તેનાંથી વધુ કંઇ જ નથી. ફક્ત આરોપોનો કોઇ અર્થ નથી. તેને સીરિયસલી ન લો.'
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડમાં હાલમાં #MeToo કેમ્પેઈનને કારણે ભૂકંપ આવી ગયો છે. કોઈને કોઈ કેમ્પેઈન અંતર્ગત બોલિવૂડની જાણીતી હસ્તિઓના નામ આવી રહ્યા છે. કેટલાક નામ તો એવા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. આ નામોના ખુલાસા બાદ કેટલાક લોકોએ #MeToo કેમ્પેઈન પર પણ સવાલ ઉભા કર્યા છે.