Avatar 2 OTT Release:ઇંતજાર ખતમ! જાણો કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે Avatar: The Way of Water
Avatar The Way of Water: OTT પ્લેટફોર્મ પર અવતાર ધ વે ઓફ વોટરની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે કે ફિલ્મ ખૂબ જ જલ્દી OTT પર રિલીઝ થઈ શકે છે.
Avatar The Way Of Water OTT Release: જેમ્સ કેમેરોનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દર્શકોએ આ ફિલ્મને અપેક્ષા કરતા ઘણો વધુ પ્રેમ આપ્યો છે. આ ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કેમરોનની ખાસિયત રહી છે કે તે જ્યારે પણ કોઈ ફિલ્મ લાવે છે ત્યારે આખી દુનિયામાં ધૂમ મચાવી દે છે. દર્શકો તેની ફિલ્મોને દિલથી જુએ છે. આ દરમિયાન હવે એવા સમાચાર સામે આવ્યા છે કે 'અવતારઃ ધ વે ઓફ વોટર' દર્શકો માટે OTT પ્લેટફોર્મ પર ખૂબ જ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે.
અવતારઃ ધ વે ઓફ વોટરને આ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે
એવા ઘણા દર્શકો છે જેઓ થિયેટરોને બદલે ઘરે બેસીને કોઈપણ મૂવીની મજા માણવા માંગે છે. આવા તમામ દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરે છે. અને હવે તે દરમિયાન સમાચાર આવ્યા છે કે જેમ્સ કેમેરોનની ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં OTT પર રિલીઝ કરવામાં આવશે.
ટૂંક સમયમાં ફિલ્મ અવતાર- 2 OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
એક અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે 'અવતાર: ધ વે ઓફ વોટર' OTT દર્શકો માટે ખૂબ જ ટૂંક સમયમાં Disney+Hotstar પર રિલીઝ થશે. ડિઝની + હોટસ્ટાર પરની કોઈપણ ફિલ્મ થિયેટરમાં 45 દિવસ પૂર્ણ કર્યા પછી જ રિલીઝ થાય છે. જો કે હજુ સુધી આ અંગે ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
અવતારઃ ધ વે ઓફ વોટરનું કલેક્શન
જેમ્સ કેમરનની 'અવતારઃ ધ વે ઓફ વોટર'એ બોક્સ ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 1.7 બિલિયનની કમાણી કરી છે અને તે ટૂંક સમયમાં 2 બિલિયનના આંકડા સુધી પહોંચવા જઈ રહી છે.