શોધખોળ કરો
Advertisement
લગ્નના મહિનામાં આ જ એક્ટ્રેસને અન્ય પૂરૂષો સાથે શારીરિક સંબંધની પતિએ જ પાડી ફરજ, રોલ માટે કરતો પત્નિનો ઉપયોગ, પછી શું થયું ?
દેવોલીનાએ સોશિયલ મીડિયા પર પર દિવ્યાની તસવીર તેમજ તેના પડોશીઓ દ્વારા કરેલા ખુલાસાઓનો સ્ક્રીનશોટ ફેન્સ સાથે શેર કર્યો છે.
મુંબઈઃ ‘ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘરઘરમાં જાણીતી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું તાજેતરમાં કોરોનાના કારણે અવસાન થયું હતું. લગ્નના એક મહિનામાં જ તેનું મોત થયું હતું પરંતુ હવે તેને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. દેવોલીના ભટ્ટાચારજીએ તેમના પતિ ગગન પર ઘરેલું હિંસા અને દિવ્યાને તોડી દેવાનો આરોપ લગાવ્યો છે. જે મુજબ ગગન રોલ માટે પત્નિનો ઉપયોગ કરતો હોવાનું અને એકટ્રેસને અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડતો હતો.
દેવોલીનાએ સોશિયલ મીડિયા પર પર દિવ્યાની તસવીર તેમજ તેના પડોશીઓ દ્વારા કરેલા ખુલાસાઓનો સ્ક્રીનશોટ ફેન્સ સાથે શેર કર્યો છે. જેમા દરેક લોકો દિવ્યા સાથે ગગન દ્વારા ઘરેલુ હિંસા કરવાની વાત કહેતા જોવા મળી રહ્યા છે. એક ચેટમાં દિવ્યા આ દરેક વસ્તુ કહેતી જોવા મળી રહી છે કે ગગનના અનેક અફેયર્સ પણ હતા અને તે તેને ઓપન મેરેજ માટે જબરદસ્તી પણ કરી રહ્યો હતો.
ગગન દિવ્યાને પટ્ટાથી ફટકારતો પણ હતો. લગ્નના ત્રણ દિવસમાં જ તેણે દિવ્યાનું માથુ ફોડી નાખ્યું હતું અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, તે કહેતો હતો કે તેની પાસે બંદૂક છે. ગગનની ગર્લફ્રેન્ડ્સે પણ દિવ્યા સાથે વાત કરી હતી, તે મેસેજીસના પણ પુરાવા છે. દેવેએ ગગનને કહ્યું કે દિવ્યાએ તેનું નામ એન.સી. કરાવ્યું છે અને જો તે પોતાને નિર્દોષ માને છે તો આવીને પોલીસ સ્ટેશનમાં વાત કરે.
દેવોલીનાએ ચાલો ઘરેલું હિંસા સામે લડીએ અને દોષીતોને સજા અપાવીએ તેવું ઈન્સ્ટા પોસ્ટને કેપ્શન પણ આપ્યું છે. આ સાથે તેણે હેશટેગ દિવ્યાભટનાગરઓફિશિયલ પણ કર્યું છે.
સૌરાષ્ટ્રના આ શહેરમાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં, જુનાગઢમાં ક્યાં પડ્યો ભારે વરસાદ ?
આ દેશમાં 15 ડિસેમ્બરથી લગાવવામાં આવશે નાઇટ કર્ફ્યુ, જાણો કેમ લીધો નિર્ણય
મોદી સરકાર આ યોજના અંતર્ગત વિધવા મહિલાઓને આપી રહી છે 5 લાખ રૂપિયા ? જાણો શું છે હકીકત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement