શોધખોળ કરો
Advertisement
46 વર્ષની ઉંમરે બીજીવાર માં બની આ હૉટ એક્ટ્રેસ, પહેલીવાર શેર કરી ફેમિલી ફોટો
મંદિરા બેદી અને તેના પતિ રાજ કૌશલે એક બાળકને દત્તક લીધો છે. જેનુ નામ કપલે તારા બેદી કૌશલ રાખ્યુ છે. મંદિરા બેદીએ આ ગુડ ન્યૂઝ પોતાના ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી મંદિરા બેદી 48 વર્ષની ઉંમરે બીજીવાર માં બની ગઇ છે. ખરેખર, મંદિરા બેદી અને તેના પતિ રાજ કૌશલે એક બાળકને દત્તક લીધો છે. જેનુ નામ કપલે તારા બેદી કૌશલ રાખ્યુ છે. મંદિરા બેદીએ આ ગુડ ન્યૂઝ પોતાના ફેન્સની સાથે સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. મંદિરાએ ફેન્સની સાથે ફેમિલી ફોટો શેર કર્યો છે. તસવીરમાં તેના પતિ રાજ, દીકરો વીર અને દીકરી તારા દેખાઇ રહી છે. મંદિરા બેદી જણાવ્યુ કે તારા તેની ફેમિલીનો ભાગ 28 જુલાઇ 2020એ બની હતી.
મંદિરા બેદીએ દીકરીને ઇન્ટ્રૉડ્યૂસ કરતા પૉસ્ટ લખી- તારા અમારા બધા માટે આશીર્વાદ બનીને આવી, અમારી નાની દીકરી તારા. વીરે પોતાની બહેનનુ ખુલ્લા દીલ અને પ્રેમથી સ્વાગત કર્યુ. મને ખુબ આનંદ છે કે તારા 28 જુલાઇ 2020એ આ ફેમિલીનો ભાગ બની.
વળી, મંદિરા બેદીના પતિએ પોતાની પૉસ્ટમાં લખ્યું- દશેરાના ફેસ્ટિવ પ્રસંગે અમે અમારા ઘરના નવા મેમ્બર તારા બેદી કૌશલનુ ઇન્ટ્રૉડ્યૂસ કરાવવા ઇચ્છીએ છીએ, છેવટે તે હવે અમારો પરિવાર પુરો થઇ ગયો છે. અમે બે અમારા બેય ફેન્સ હવે આ કપલને ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મંદિરા બેદીના પતિ રાજ કૌશલ ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર છે, બન્નેએ ફેબ્રુઆરી 1990માં લગ્ન કરી લીધા હતા. કપલનુ પહેલુ બાળક 2011માં જન્મ્યુ હતુ, તેમના દીકરાનુ નામ વીર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement