શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bhediya: વરુણ-કૃતિને મળ્યો વીકેન્ડનો ફાયદો, બીજા દિવસે કરી આટલી કમાણી

સ્ત્રી અને બાલા જેવી જબરદસ્ત ફિલ્મ બનાવનારા ડાયરેક્ટર અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ભેડિયા' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે.

Bhediya Box Office Collection Day 2: સ્ત્રી અને બાલા જેવી જબરદસ્ત ફિલ્મ બનાવનારા ડાયરેક્ટર અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ભેડિયા' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મનુ જ્યારથી ટ્રેલર સામે આવ્યુ છે, ત્યારથી ફિલ્મ જોવા માટે ફેન્સ ઉત્સુક થયા હતા, હવે ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વરુણ ધવન અને કૃતિ સેનનની આ જોડી વાળી ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે. જોકે, હજુ સુધી અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2એ મોટા પડાદ પર કબજો જમાવી રાખ્યો છે, પરંતુ 'ભેડિયા'એ પણ બીજા દિવસે શાનદાર કલેક્શન કર્યુ છે. જાણો બીજા દિવસે કેટલો રહ્યો 'ભેડિયા'નો બિઝનેસ... 

બીજા દિવસે 'ભેડિયા'નું કેવુ રહ્યું કલેક્શન -
'ભેડિયા'ને લઇને સતત કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે વરુણ ધવન માટે અજય દેવગનની દ્રશ્યમ 2 મુસીબત સાબિત થશે. પરંતુ 'ભેડિયા'એ સારી શરૂઆત કરી છે, પહેલા દિવસે 'ભેડિયા'એ 7.48 કરોડ રૂપિયાની સાથે ઓપનિંગ કર્યુ, અને હવે વીકેન્ડનો ફાયદો મળી રહ્યો છે. કેમ કે બીજા દિવસે કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતી આંકડાઓ અનુસાર, જોઇએ તો ફિલ્મએ બીજા દિવસે એટલે કે શનિવારે 10 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી લીધુ છે. આની સાથે જ ફિલ્મએ અત્યાર સુધી 17.48 કરોડ રૂપિયા કમાઇ લીધી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મએ લગભગ 60 થી 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને સારો પ્રતિસાદ કહી શકાય છે. જો આવામાં ફિલ્મ ત્રીજા દિવસે પણ કમાલ કરશે તો આના હિટ થવાની આશા વધી શકે છે.

લાંબા સમય બાદ આવી છે વરુણ ધવન અને કૃતિ સેનનની જોડી - 
આ ફિલ્મને જોવાનુ એક કારણ એ છે કે, આ ‘ભેડિયા’ ફિલ્મમાં લાંબા સમય બાદ વરુણ ધવન અને કૃતિ સેનન એકસાથે કામ કરી રહ્યાં છે. આ પહેલા બન્ને વર્ષ 2015માં આવેલી શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલેમાં એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આ બે ઉપરાંત અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલે મુખ્ય ભૂમિકા નિભાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ‘ભેડિયા’ની એડવાન્સ બુકિંગના પહેલા દિવસે 30 હજાર ટિકીટો વેચાઇ ગઇ છે. મોટા શહેરોમાં ફિલ્મની ઓક્યૂપેન્સી રેટ ઠીક ઠાક ચાલી રહ્યો છે.

શું છે ‘ભેડિયા’ ફિલ્મનું બજેટ - 
‘ભેડિયા’નું ટીજર અને ટ્રેલરને પહેલા રિલીઝ થઇ ચૂક્યુ હતુ, અને આ બન્ને ઓડિયન્સને ખુબ પસંદ આવ્યુ હતુ, જોકે હવે ફિલ્મ કેટલ પસંદ આવશે તે જોવાનુ રહેશે, ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને 'સ્ત્રી' જેવી કૉમેડી હૉરર ફિલ્મને બનાવારા નિર્દેશક અમર કૌશિકે ‘ભેડિયા’ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે, આ ફિલ્મનું બજેટ 60-70 કરોડની આસપાસનું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, શરૂઆતી આંકડાઓ અનુસાર, ફિલ્મએ પહેલા દિવસે 7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, આ ફિલ્મનુ રિવ્યૂ પણ હાલમાં ઠીક ઠાક મળી રહ્યો છે. 

શું છે ભેડિયાની કહાણી -
'ભેડિયા'ની કહાણી અરુણાચલ પ્રદેશના જંગલોથી શરૂ થાય છે. આમાં વરુણ ધવને ભાસ્કરનો રૉલ નિભાવ્યોછે. જેને એક રાત્રે ભેડિયા કરડી જાય છે. આ પછી ભાસ્કરમાં ભેડિયાની આત્મા આવી જાય છે. તે હંમેશા રાત્રે ભેડિયા બની જાય છે. દુરથી કોઇની પણ હરકતને સાંભળવા લાગે છે, અને તેની અંદર કેટલાય માણસોની તાકાત આવી જાય છે. હવે ભાસ્કર ઠીક થઇ જાય છે કે નહીં એ તો ફિલ્મ જોઇને જ જાણી શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડIPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction 2025: મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
મોહમ્મદ સિરાજને ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો, આરસીબીએ આરટીએમનો ઉપયોગ ન કર્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
યુઝવેન્દ્ર ચહલ IPL ઇતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બન્યો, પંજાબ કિંગ્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025, KL Rahul: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને આટલા કરોડ રુપિયામાં ખરીદ્યો, જાણો 
IPL Auction 2025: IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
IPL હરાજીમાં અર્શદીપ સિંહને ખરીદવા પડાપડી, પહેલા SRHએ 15.75 કરોડ લગાવ્યા; પછી પંજાબ કિંગ્સે 18 કરોડમાં ખરીદ્યો
Embed widget